Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP: સરકારે રાજ્યના 2.44 લાખ કર્મચારીઓનો પગાર અટકાવ્યો, જાણો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશ સરકારે સમયસર પ્રોપર્ટીની વિગતો જમા ન કરનારા રાજ્ય સરકારના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરુ કરી રાજ્યના 2.44 લાખ કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો હજુ આપી નથી આ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દેવાયો જ્યાં સુધી કર્મચારીઓ તેમની સંપત્તિની...
up  સરકારે રાજ્યના 2 44 લાખ કર્મચારીઓનો પગાર અટકાવ્યો  જાણો સમગ્ર મામલો
Advertisement
  • ઉત્તર પ્રદેશ સરકારે સમયસર પ્રોપર્ટીની વિગતો જમા ન કરનારા રાજ્ય સરકારના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરુ કરી
  • રાજ્યના 2.44 લાખ કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો હજુ આપી નથી
  • આ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દેવાયો
  • જ્યાં સુધી કર્મચારીઓ તેમની સંપત્તિની વિગતો નહીં આપે ત્યાં સુધી તેમનો પગાર રોકી રાખવામાં આવશે

UP : ઉત્તર પ્રદેશ (UP) સરકારે સમયસર પ્રોપર્ટીની વિગતો જમા ન કરનારા રાજ્ય સરકારના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરુ કરી છે. સરકારે લીધેલા મહત્વના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ ખળભળાટ મચી ગયો છે. સરકારે આ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો છે. તાજેતરમાં, રાજ્યના કર્મચારીઓએ 31 ઓગસ્ટ સુધીમાં માનવ સંપદા પોર્ટલ પર તેમની સંપત્તિની વિગતો આપવાની હતી. જેમાં તેણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતની સંપૂર્ણ માહિતી આપવાની હતી. પરંતુ સરકારની કડક સૂચનાઓ પછી પણ રાજ્યના 2.44 લાખ કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો આપી નથી. તેથી વિભાગે આ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો હતો. હવે જ્યાં સુધી કર્મચારીઓ તેમની સંપત્તિની વિગતો નહીં આપે ત્યાં સુધી તેમનો પગાર રોકી રાખવામાં આવશે.

મુખ્ય સચિવે સંપત્તિ જાહેર કરવા સૂચના આપી હતી

મુખ્ય સચિવે 17 ઓગસ્ટના રોજ સરકારી આદેશ દ્વારા તમામ રાજ્ય કર્મચારીઓને તેમની સંપત્તિ જાહેર કરવા અને 31 ઓગસ્ટ સુધીમાં પોર્ટલ પર સંપૂર્ણ વિગતો અપલોડ કરવાની સૂચના આપી હતી. પરંતુ તેમ છતાં માત્ર 71 ટકા કર્મચારીઓએ જ તેમની સંપત્તિની વિગતો આપી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં કુલ 846640 રાજ્ય કર્મચારીઓ છે, જેમાંથી માત્ર 602075 લોકોએ માનવ સંપદા પોર્ટલ પર તેમની સંપત્તિની વિગતો આપી છે. સૈનિક કલ્યાણ, કૃષિ, મહિલા કલ્યાણ વિભાગ, રમતગમત વિભાગ અને ઉર્જા વિભાગના કર્મચારીઓ મિલકતની વિગતો આપવામાં મોખરે રહ્યા છે. સાથે જ મિલકત છુપાવવામાં શિક્ષણ વિભાગના કર્મચારીઓ મોખરે છે.

Advertisement

આ પણ વાંચો----Attack Of Wolves: વધુ એક 5 વર્ષની બાળકીને વરુએ નિશાન બનાવી...

Advertisement

સંપત્તિની વિગતો ન આપનાર 2.44 લાખ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો

યુપી સરકારે સંપત્તિની વિગતો ન આપનાર 2.44 લાખ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના કર્મચારીઓનો પગાર ત્યારે જ આપવામાં આવશે જ્યારે તેઓ તેમની સંપત્તિની વિગતો આપશે. વિગતો આપ્યા બાદ પગાર ચૂકવવાનો નિર્ણય સંબંધિત વિભાગ દ્વારા લેવામાં આવશે.

મિલકતની વિગતો આપવા માટે વધારાનો સમય માંગ્યો

ડીજીપી હેડક્વાર્ટર દ્વારા મિલકતની વિગતો ભરવા માટે વધારાનો સમય માંગવામાં આવ્યો છે. વધારાના સમય માટે મુખ્યાલય દ્વારા ગૃહ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં તહેવારો અને પોલીસ ભરતીની પરીક્ષાના કારણે અનેક પોલીસકર્મીઓ પોતાની મિલકતોની વિગતો આપી શક્યા નથી. ગૃહ વિભાગને વિનંતી કરવામાં આવી છે કે તેઓને થોડો વધારાનો સમય આપવામાં આવે જેથી તેઓ મિલકતની વિગતો પણ આપી શકે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા મોકલવામાં આવેલા પત્રના આધારે એવું માનવામાં આવે છે કે પોલીસકર્મીઓને મિલકતની વિગતો આપવા માટે વધારાના સમય સાથે છેલ્લી તારીખ લંબાવી શકાય છે.

આ પણ વાંચો----UP માં યોગી સરકારની તબીબો સામે મોટી કાર્યવાહી, 26 ડૉક્ટર બરતરફ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને PM મોદીએ કેમ કર્યા યાદ?

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

×

Live Tv

Trending News

.

×