ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assembly: વિધાનસભાના 3 દિવસનું ટૂંકુ સત્ર આજથી શરુ...

ગુજરાત વિધાનસભા સત્રનું આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ સત્ર પહેલાં ભાજપ અને કોંગ્રેસની બેઠક ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગે ગૃહમાં વિધેયક રજૂ કરાશે ભૂતિયા શિક્ષકોનો મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં પહેલા જ દિવસે ચર્ચા થઇ શકે...
09:49 AM Aug 21, 2024 IST | Vipul Pandya
session of the Gujarat Legislative Assembly

Assembly : ગુજરાત વિધાનસભા (Assembly) સત્રનું આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થઇ રહ્યું છે. સત્ર પહેલાં ભાજપ અને કોંગ્રેસની બેઠક પણ મળી રહી છે. બપોરે 12 વાગે સત્રની શરુઆત થશે જેમાં ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગે ગૃહમાં વિધેયક રજૂ કરાશે. ભૂતિયા શિક્ષકોનો મુદ્દે પણ વિધાનસભા ગૃહમાં પહેલા જ દિવસે ચર્ચા થઇ શકે છે.

આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થશે

ગુજરાત વિધાનસભા સત્રનું આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થઇ રહ્યું છે. સત્ર પહેલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
ભાજપ તથા કોંગ્રેસ દ્વારા સત્ર પહેલા ખાસ બેઠક મળશે. શાસક પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી સહીત તમામ મંત્રીઓ હાજર રહેશે. વિધાનસભામાં વિપક્ષ દ્વારા ઉપસ્થિત થતાં મુદ્દા, વિધેયકો અને અન્ય કામો બાબતે બેઠકમાં ચર્ચા થશે.

આ પણ વાંચો---Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!

સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની પણ બેઠક મળશે જેમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ અગ્નિકાંડ સહિતના મુદ્દે સરકારને ઘેરવામાં આવે તેવી શક્યતા છે.

ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે બેઠક શરૂ થશે

બપોરે 12 વાગે બેઠકની શરુઆત થશે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે બેઠક શરૂ થશે. તારાંકિત પ્રશ્નોત્તરી કાળના બદલે ટૂંકી મુદ્દતમાં પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલ, પૂર્વ મંત્રી બિપીન શાહ સહીત ના પૂર્વ સભ્યોના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકશાન પર ચર્ચા

ત્યારબાદ નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત ગૃહમાં રજૂ થશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકશાન પર ધારાસભ્ય ડો મહેન્દ્ર પાડલીયા વિધાનસભામાં તાકિદની ચર્ચા લાવશે. તાકિદની નોટીસ પર કૃષિ મંત્રી જવાબ રજૂ કરશે . આ સાથે ભારે વરસાદના કારણે થયેલા નુકશાન સંદર્ભે ચાલી રહેલા સર્વેની વિગતો સાથે સહાયની જાહેરાત થવાની સંભાવના છે.

કાળા જાદૂ સંદર્ભે રજૂ થનારા વિધેયક પર પણ ચર્ચા થશે

વિવિધ વિભાગોના વટ હુકમ તથા તેને સમજાવતાં નિવેદનો મેજ પર મુકાશે અને ચોથા સત્રમાં પસાર થયેલા અને રાજ્યપાલની મંજૂરી મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે. ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે. પીએમ મોદી ના ત્રીજા કાર્યકાળ માટે મુખ્યમંત્રી સંકલ્પ રજૂ કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમાં ૯૦ મિનિટનો સંકલ્પ રજૂ કરશે. લોકસભા ની ચૂંટણીમાં પીએમ મોદી ના ત્રીજી વખત વિજય થવા સંદર્ભે ગૃહમાં સંકલ્પ રજૂ થશે. મુખ્યમંત્રીના સંકલ્પ બાદ સરકારી વિધેયક રજૂ થશે. ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગે ગૃહમાં વિધેયક રજૂ થશે. કાળા જાદૂ સંદર્ભે રજૂ થનારા વિધેયક પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચો----Rakhi : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી કરી ઉજવણી

Tags :
Assembly SessionChief Minister Bhupendra PatelGujaratGujarat Legislative Assembly
Next Article