રસપ્રદ ચોર : ચોરી કરવા ઘરમાં ઘુસેલા ચોરે એટલો દારુ પીધો કે ત્યાં જ ઉંઘી ગયો..!
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર ( Kanpur )માંથી લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે, જો ચોર કોઈના ઘરમાં પ્રવેશ કરે છે, તો તેમનું પ્રથમ કાર્ય ઘરમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરવાનું છે. જો કે કાનપુરથી જે કિસ્સો સામે આવ્યો...
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર ( Kanpur )માંથી લૂંટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે, જો ચોર કોઈના ઘરમાં પ્રવેશ કરે છે, તો તેમનું પ્રથમ કાર્ય ઘરમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરવાનું છે. જો કે કાનપુરથી જે કિસ્સો સામે આવ્યો છે તેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ઘરના માલિકની પત્નીનું અવસાન થયું હતું, તેથી પરિવાર ઘરને તાળું મારીને અંતિમ વિધી માટે બહાર ગયો હતો. ચોરોને ખબર પડી ગઈ હતી કે ઘરમાં કોઈ નથી.
એટલો બધો દારૂ પીધો હતો કે તે નશામાં ધૂત થઈને ઘરમાં જ સૂઈ ગયો
ત્રણેય ચોરોએ ઘરમાંથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, આ ચોર પૈકીના એક દીપકે એટલો બધો દારૂ પીધો હતો કે તે નશામાં ધૂત થઈને ઘરમાં જ સૂઈ ગયો હતો. જ્યારે બાકીના બે ચોર (સોનુ અને સુનીલ) ઘરમાંથી કિંમતી સામાન લૂંટીને ભાગી ગયા હતા. જ્યારે સવાર પડી ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તરત જ સૂતેલા ચોર દીપકની ધરપકડ કરી હતી. દીપકની સાથે સોનુ પણ ઝડપાઈ ગયો હતો. જોકે સુનીલ હજુ સુધી પોલીસના હાથે ઝડપાયો નથી.
નોકરી ગુમાવતા ચોરીનો પ્લાન બનાવ્યો
પોલીસે ત્રીજા ચોર સુનીલની શોધખોળ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય ચોર નૌબસ્તાના રહેવાસી છે. જ્યારે પોલીસે દીપકની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે વિસ્તારના કોચિંગ સેન્ટરમાં ગણિત શીખવે છે. જોકે, તાજેતરમાં જ તેને કોચિંગ ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેના જીવનમાં આર્થિક તંગી આવી ગઈ હતી. તે બેરોજગાર બની ગયો હતો. તેને પૈસાની સખત જરૂર હતી, તેથી તેણે બે ચોરો સાથે ચોરીનો પ્લાન બનાવ્યો.
દાગીના અને રોકડ લઈને ભાગી ગયા હતા
મળતી માહિતી મુજબ, ચોર ઘરમાં રાખેલા દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. જે ઘરમાં ચોરી થઈ હતી તેના માલિકનું નામ ઈન્દ્ર કુમાર તિવારી છે. ઈન્દ્ર ખાનગી નોકરી કરે છે. પત્નીના અવસાન બાદ તેઓ અંતિમ સંસ્કાર માટે પરિવાર સાથે ગામમાં ગયા હતા. ઘરનું તાળું તૂટેલું હોવાની જાણ તેના પડોશીઓએ કરી હતી. જે બાદ ઈન્દ્રએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી.
આ પણ વાંચો----ભારતનો ચીનને કડક સંદેશ, લદ્દાખના ન્યોમામાં બનશે દુનિયાનું સૌથી વધુ ઉંચાઇએ આવેલુ ફાઇટર એરફિલ્ડ
Advertisement