Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેરમાં ખાનગી બસોના પ્રવેશ મુદ્દે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશનો મુદ્દો શહેરમાં સવારે 8થી રાતના 10 સુધી પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે બસ સંચાલકોની અરજીને ફગાવી હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરાઈ હતી અરજી Supreme Court:અમદાવાદ શહેરમાં ખાનગી બસ (Ahmedabadprivatebuses)ના પ્રવેશના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) મોટો ચુકાદો...
અમદાવાદ શહેરમાં ખાનગી બસોના પ્રવેશ મુદ્દે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
  • અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશનો મુદ્દો
  • શહેરમાં સવારે 8થી રાતના 10 સુધી પ્રતિબંધ
  • સુપ્રીમ કોર્ટે બસ સંચાલકોની અરજીને ફગાવી
  • હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કરાઈ હતી અરજી

Supreme Court:અમદાવાદ શહેરમાં ખાનગી બસ (Ahmedabadprivatebuses)ના પ્રવેશના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે (supreme court) મોટો ચુકાદો આપ્યો હતો.મળતી જાણકારી અનુસાર, ખાનગી બસના પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો આપ્યો હતો. ખાનગી લકઝરી બસના સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે લકઝરી સંચાલકોની અરજી ફગાવી દીધી હતી.

Advertisement

સુપ્રીમ કોર્ટ સંચાલકોની માંગને ફગાવી

સુપ્રીમ કોર્ટના (Supreme Cour)નિર્ણયથી હવે શહેરમાં સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસો પ્રવેશ કરી શકશે નહીં. અગાઉ ગુજરાત હાઇકોર્ટે ખાનગી લકઝરી બસોને શહેરમાં ચોક્કસ સમય સુધી પ્રવેશબંધી ફરમાવી હતી. સિંગલ જજના નિર્ણયને હાઈકોર્ટની ખંડપીઠે પણ યથાવત રાખ્યો હતો.ખાનગી લકઝરી સંચાલકોની એક જ માંગ હતી કે વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાક લકઝરી બસોની આવન-જાવનને મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી યથાવત રાખવામાં આવે. જોકે હાઈકોર્ટે લકઝરી સંચાલકોની આ માંગને ફગાવી દીધી હતી.

Advertisement

આ પણ  વાંચો -VADODARA : કારની અડધી ડિકી ખુલ્લી રાખી જતી જોખમી સવારીનો વીડિયો વાયરલ

ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે જે લોકો લકઝરી બસની સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી ટ્રાવેલ્સ સંચાલકોની છે. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટ્રાન્સપોર્ટેશનને ક્યારેય એક સમાન રીતે જોઈ શકાય નહીં.

Advertisement

આ પણ  વાંચો -Gujarat- ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં નમૂનાઓના પૃથ્થકરણ અને તાલીમ માટેની ફીના નવા ધોરણો જાહેર

RTO નિયમોને ટાંકીને ડિવિઝન બેન્ચ સમક્ષ નોટિફિકેશનને સામે  પડકાર

કોર્ટે કહ્યું કે સાર્વજનિક પરિવહન અને સામાન્ય નાગરિકો માટે ખાનગી વાહનવ્યવહારને સમાન ગણી શકાય નહીં. કોર્ટે વૈકલ્પિક માર્ગની દરખાસ્તને ફગાવી દીધી હતી. ખાનગી ટ્રાવેલ એજન્સીઓ તરફથી પ્રોફેશનલ એમ્પ્લોયમેન્ટના અધિકાર અને RTO નિયમોને ટાંકીને ડિવિઝન બેન્ચ સમક્ષ નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.