Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ALERT: 'તેજ' વાવાઝોડું રસ્તો બદલીને ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની આશંકા

ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાન વાવાઝોડાની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી...
alert   તેજ  વાવાઝોડું રસ્તો બદલીને ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની આશંકા

ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાન વાવાઝોડાની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ 'તેજ' હશે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી આશંકા પણ વ્યક્ત કરાઇ છે.

Advertisement

 વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ

Advertisement

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન વાવાઝોડું રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે. તમને જણાવી દઈએ કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.

પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે

Advertisement

જો કે, વૈશ્વિક હવામાનની આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો---BOTAD : વ્યાજના વિષચક્રમાં હીરા દલાલે કરી આત્મહત્યા

Tags :
Advertisement

.