Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asian Games ની શરૂઆત ભારત માટે રહી ખાસ, ક્રિકેટમાં ભારતનો સિલ્વર મેડલ નક્કી

ચીનના હાંગઝોઉમાં આ વર્ષે Asian Games નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતના 655 ખેલાડીઓ 39 વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સનો આજે પ્રથમ દિવસ છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. એશિયન ગેમ્સમાં ભારતે...
asian games ની શરૂઆત ભારત માટે રહી ખાસ  ક્રિકેટમાં ભારતનો સિલ્વર મેડલ નક્કી

ચીનના હાંગઝોઉમાં આ વર્ષે Asian Games નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતના 655 ખેલાડીઓ 39 વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. એશિયન ગેમ્સનો આજે પ્રથમ દિવસ છે. જ્યાં ભારતના ઘણા ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. એશિયન ગેમ્સમાં ભારતે સિલ્વરના રૂપમાં પહેલો મેડલ જીત્યો છે. 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારતની દિકરીઓએ શાનદાર પ્રદર્શન કરી ભારત માટે મેડલ જીત્યો છે. રમિતા, મેહુલી ઘોષ અને આશી ચૌકસીએ 1886ના કુલ સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે યજમાન ચીને 1896.6 પોઈન્ટ સાથે ગોલ્ડ જીત્યો છે, જ્યારે મોંગોલિયાએ 1880 પોઈન્ટ સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

Advertisement

હોકીમાં ભારતે ઉઝબેકિસ્તાનને હરાવ્યું

હોકીમાં, ભારતીય પુરુષ ટીમે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવીને તેના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. ભારત માટે લલિત ઉપાધ્યાયે સૌથી વધુ 4 ગોલ કર્યા હતા. જ્યારે વરુણ કુમાર અને મનદીપ સિંહે 3-3 ગોલ કર્યા હતા. ભારત હવે આગામી મેચમાં સિંગાપોર સામે ટકરાશે.

Advertisement

રમિતા જિંદાલે બ્રોન્ઝ મેડલ જીત્યો

Advertisement

એશિયન ગેમ્સમાં ભારતે પાંચમો મેડલ જીત્યો છે. રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. 19 વર્ષની રમિતાએ 230.1ના સ્કોર સાથે આ સિદ્ધિ મેળવી હતી. છેલ્લા શોટ સુધી તે સિલ્વર મેડલની રેસમાં હતી. મેહુલી ઘોષ ચોથા ક્રમે છે. ચીનને પ્રથમ અને બીજું સ્થાન મળ્યું છે.

નટરાજ ફાઇનલમાં પહોંચ્યા

સ્વિમિંગમાં શ્રીહરિ નટરાજે ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. નટરાજે પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટમાં પાંચમું સ્થાન મેળવીને આ સિદ્ધિ મેળવી હતી. આજે જ ફાઇનલ મેચ રમાશે.

ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ તેની સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 51 રનના સ્કોર પર ઓલઆઉટ કરીને 52 રનના લક્ષ્યનો પીછો માત્ર 8.2 ઓવરમાં જ કરી લીધો હતો.

રોઇંગમાં ભારતને વધુ એક મેડલ મળ્યો

એશિયન ગેમ્સ 2023ના પહેલા જ દિવસે મેડલના સંદર્ભમાં ભારતનું ખાતું ખુલ્યું છે. પહેલા મહિલા 10 મીટર એર રાઈફલમાં અને પછી ભારતીય નાવિક અર્જુન લાલ અને અરવિંદ સિંહે દેશ માટે મેડલ જીત્યા. આ બંનેએ મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. બંનેએ પોતાની રેસ સાડા 6 મિનિટથી પણ ઓછા સમયમાં પૂરી કરી અને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો.

ભારતે આજે ત્રીજો મેડલ જીત્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા ભારતે રોઈંગમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતને પહેલો મેડલ મળ્યો

Asian Games ની શરૂઆત ભારત માટે ખાસ રહી છે. આજે એશિયન ગેમ્સમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1886 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મેહુલી ઘોષ, આશિ ચોકસી અને રમિતાની ત્રિપુટીએ ભારત માટે આ મેડલ જીત્યો છે. રમિતાએ 631.9, મેહુલીએ 630.8 અને આશિએ 623.3નો સ્કોર કર્યો હતો. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનને મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટુકડી માટે આજનો દિવસ સુપર સન્ડે છે. ભારતીય ખેલાડીઓ પાસે શૂટિંગ, નાવિકો અને ક્રિકેટરોની સાથે અનેક મેડલ જીતવાની તક હતી. બધાની નજર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર ખાસ હતી, જે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે જીત મેળવી ફાઈનલમાં એન્ટ્રી કરી ચુકી છે. આ જીતની સાથે નિશ્ચિતપણે સ્મૃતિ મંધાના એન્ડ કંપનીએ એશિયન ગેમ્સ 2023માં ઓછામાં ઓછો સિલ્વર મેડલ મેળવી લીધો છે. શૂટિંગમાં, મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં મેડલની અપેક્ષા હતી જે તેમણે પૂર્ણ કરી છે.

એશિયન ગેમ્સમાં આજે ભારતનું શેડ્યૂલ

બોક્સિંગ:
મહિલાઓની 54 કિગ્રા રાઉન્ડ ઓફ 16: પ્રીતિ પવાર vs સિલિના અલ્હાસનાત (જોર્ડન) - સવારે 11:45
મહિલાઓનો 50 કિગ્રા રાઉન્ડ ઓફ 32: નિખત ઝરીન vs ગુયેન થી ટેમ (વિયેતનામ) - સાંજે 4:30

ક્રિકેટ:
મહિલા સેમિફાઇનલ 1: ભારત vs બાંગ્લાદેશ - સવારે 6:30 કલાકે

ચેસ:
પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ 1 અને 2 (વિદિત ગુજરાતી અને અર્જુન એરિગયાસી) - બપોરે 12:30
મહિલા વ્યક્તિગત રાઉન્ડ 1 અને 2 (કોનેરુ હમ્પી અને હરિકા દ્રોણાવલ્લી) - બપોરે 12:30

ઇ-સ્પોર્ટ્સ:
FC ઓનલાઈન રાઉન્ડ ઓફ 32 અને બ્રેકેટ મેચ (ચરનજોત સિંહ અને કરમન સિંહ ટિક્કા) – સવારે 8:00 કલાકે

ફૂટબોલ:
મહિલાઓનો પહેલો રાઉન્ડ ગ્રુપ B: ભારત vs થાઈલેન્ડ - બપોરે 1:30 વાગ્યે
પુરુષોનો પહેલો રાઉન્ડ ગ્રુપ A: ભારત vs મ્યાનમાર - સાંજે 5:00 વાગ્યે

તલવારબાજી:
પુરુષોની ફોઇલ વ્યક્તિગત (દેવ અને બિબીશ કથીરેસન) - સવારે 6:30 થી
મહિલા એપી વ્યક્તિગત (અના અરોરા અને તનિક્ષા ખત્રી) - સવારે 10:00 વાગ્યાથી

હોકી:
પ્રારંભિક મેન્સ પૂલ A: ભારત vs ઉઝબેકિસ્તાન - 8:45 AM

આધુનિક પેન્ટાથલોન:
પુરુષોની ટીમ- મયંક વૈભવ ચાફેકર- બપોરે 3:00 વાગ્યે

રગ્બી સેવન્સ:
મહિલા પૂલ F: ભારત vs હોંગ કોંગ - સવારે 10:00 કલાકે
મહિલા પૂલ F: ભારત vs જાપાન - બપોરે 3:35 કલાકે

રોઇંગ
વિમેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સ ફાઇનલ B (કિરણ, અંશિકા ભારતી) - સવારે 6:30
મેડલ મેચ: મેન્સ લાઇટવેઇટ ડબલ સ્કલ્સ ફાઇનલ A (અર્જુન લાલ જાટ, અરવિંદ સિંહ) - સવારે 7:10
મેડલ મેચ: મેન્સ ડબલ સ્કલ્સ ફાઇનલ A (પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ) - 8:00 AM
મેડલ મેચ: મહિલા કોક્સલેસ 4 ફાઇનલ A (અશ્વતી પીબી, મૃણામયી નિલેશ એસ, થંગજામ પ્રિયા દેવી, રુક્મિણી) - સવારે 8:20
મેડલ મેચ: પુરુષોની કોક્સલેસ જોડી ફાઇનલ A (બાબુ લાલ યાદવ, લેખ રામ) - સવારે 8:40
મેડલ મેચ: મેન્સ કોક્સેડ 8 ફાઇનલ A (ચરનજીત સિંઘ, ડીયુ પાંડે, નરેશ કલવાનિયા, નીરજ, નિતેશ કુમાર, આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંઘ, પુનીત કુમાર) - સવારે 9:00

નૌકાયાન:
વિવિધ કેટેગરીમાં ક્વોલિફાઇંગ રેસ (એક કરતાં વધુ એથ્લેટ) - સવારે 8:30 થી

શૂટિંગ:
મહિલાઓની 10 મીટર એર રાઇફલ લાયકાત, વ્યક્તિગત ફાઇનલ અને ટીમ ફાઇનલ (આશી ચોકસી, મેહુલી ઘોષ, રમિતા) - સવારે 6:00 કલાકે
પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ક્વોલિફિકેશન સ્ટેજ-1 (અનીશ, વિજયવીર સિદ્ધુ, આદર્શ સિંહ) - સવારે 6:30

સ્વિમિંગ:
પુરુષોની 100મી ફ્રી સ્ટાઇલ હીટ્સ અને ફાઇનલ્સ (આનંદ એએસ, તનિશ જ્યોર્જ મેથ્યુ) - સવારે 7:30
પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટ અને ફાઈનલ (શ્રીહરિ નટરાજ, ઉત્કર્ષ સંતોષ પાટીલ) - સવારે 7:30
મહિલાઓની 4x100m ફ્રી સ્ટાઇલ રિલે હીટ્સ અને ફાઇનલ (જ્હાન્વી ચૌધરી, ધિનિધિ દેશિંગુ, માના પટેલ, શિવાંગી સરમા) - સવારે 7:30

ટેનિસ:
મેન્સ ડબલ્સ રાઉન્ડ 1: ભારત 2 vs નેપાળ 1 - સવારે 9:30 કલાકે
મેન્સ સિંગલ્સ રાઉન્ડ 1: સુમિત નાગલ vs માર્કો હો ટીન લેઉંગ - સવારે 9:30

ટેબલ ટેનિસ:
મહિલા ટીમ રાઉન્ડ ઓફ 16: ભારત vs થાઈલેન્ડ - સવારે 7:30 કલાકે
મેન્સ ટીમ રાઉન્ડ ઓફ 16: ભારત vs કઝાકિસ્તાન - 9:30 AM

વોલીબોલ:
પુરુષોનું વર્ગીકરણ 1 લી-6ઠ્ઠું: ભારત vs જાપાન - બપોરે 12:00

વુશુ:
મેન્સ ચાંગક્વાન ફાઇનલ (અંજુલ નામદેવ, સૂરજ સિંહ મયંગલમ્બમ) - સવારે 6:30
પુરૂષોની 56 કિગ્રા 1/8 ફાઇનલ: સુનિલ સિંઘ મયંગલંબમ (ભારત) vs અર્નેલ મંડલ (ફિલિપાઇન્સ) - સાંજે 5:00

આ પણ વાંચો - Ind vs Aus 2nd ODI : આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે, જાણો સંભવિત ખેલાડીઓ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.