આ સ્ટાર ખેલાડીએ અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કરી નિવૃત્તિની જાહેરાત
વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે અને આ દરમિયાન એક સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. વેસ્ટ ઈન્ડિઝના અનુભવી સ્પિનર સુનીલ નારાયણે રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જીહા, આજે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. નારાયણ, જે ICC T20 વર્લ્ડ કપ 2012 જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સભ્ય હતો, ઓગસ્ટ 2019માં પ્રોવિડન્સમાં ભારત વિરુદ્ધ T20 ઈન્ટરનેશનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર સ્પિનર સુનીલ નારાયણે 5 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સુનીલ નારાયણે વેસ્ટ ઈન્ડિઝ માટે 65 ODI, 51 T20I અને 6 ટેસ્ટ મેચ રમી અને તમામ ફોર્મેટમાં કુલ 165 વિકેટ લીધી. 35 વર્ષીય ખેલાડી વેસ્ટ ઈન્ડિઝની 2012 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ એક ભાગ હતો. ઇન્સ્ટાગ્રામ પર તેની નિવૃત્તિની જાહેરાત કરતા, સુનીલ નારાયણે લખ્યું, “મારા તમામ ચાહકો, સહકાર્યકરો અને પ્રિયજનો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિ અંગેનો એક પત્ર. હંમેશા આભારી” સુનીલ નારાયણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 4 વર્ષ પહેલા ઓગસ્ટ 2019માં ટીમ ઈન્ડિયા સામે T20I મેચના રૂપમાં રમી હતી.
આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બોલર સુનીલ નારાયણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. સુનીલ નારાયણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું કે તે તેની કારકિર્દી માટે કાયમ માટે આભારી છે. નરીને એક નિવેદનમાં કહ્યું કે, આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. હું ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ, કોચિંગ સ્ટાફ, ઉત્સાહી વેસ્ટ ઈન્ડિઝના ચાહકો અને અલબત્ત મારા સાથી ખેલાડીઓનો આભાર માનું છું.
કેવી રહી આંતરરાષ્ટ્રીય કારકિર્દી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે નારાયણનો રેકોર્ડ શાનદાર છે. સુનીલ નારાયણની કારકિર્દીના રેકોર્ડ વિશે વાત કરીએ તો, તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 6 ટેસ્ટ, 65 વનડે અને 51 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. નારાયણના નામે 21 ટેસ્ટ વિકેટ, 92 ODI વિકેટ અને 52 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. નારાયણ 2012થી સતત IPLમાં રમી રહ્યો છે. તેના નામે 162 મેચમાં 163 વિકેટ અને 1046 રન પણ છે. તેણે ચાર અડધી સદી પણ ફટકારી છે. તે બે વખત ચેમ્પિયન બનેલી KKR ટીમનો પણ ભાગ રહ્યો છે. આ આંકડાઓ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર નારાયણની નોંધપાત્ર અસર અને વર્ષોથી તેમની સફળતામાં તેણે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે.
ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
સુનીલ નારાયણે એક પત્ર જારી કરીને પોતાના દેશ વેસ્ટ ઈન્ડિઝ માટે રમવા પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે, મારા પિતા અને પરિવાર સહિત મારી કારકિર્દી દરમિયાન મને સાથ આપનાર દરેકનો આભાર. તેણે 50 ઓવરની ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. નારાયણે એમ પણ કહ્યું હતું કે, તે ફ્રેન્ચાઈઝી સ્તરે પોતાનો વ્યવસાય ચાલુ રાખશે. એટલે કે તે IPL સહિત વિશ્વભરની T20 લીગનો ભાગ બનશે.
આ પણ વાંચો - ઈડન ગાર્ડન્સમાં આવી ટીમ ઈન્ડિયાની સુનામી, દક્ષિણ આફ્રિકા 83 રને All Out
આ પણ વાંચો - ઈડન ગાર્ડન્સમાં વિરાટ કોહલી ડાન્સ કરતો જોવા મળ્યો, જુઓ Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે