Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેખાઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, રાજ્ય સરકાર પણ થઈ સતર્ક

GUJARAT FIRST IMPACT : મોરવા હડફ તાલુકાના ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડીની દયનીય અવસ્થાને લઈ ગુજરાત ફર્સ્ટના દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર બાબત અંગે રિપોર્ટ...
દેખાઈ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર  રાજ્ય સરકાર પણ થઈ સતર્ક

GUJARAT FIRST IMPACT : મોરવા હડફ તાલુકાના ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડીની દયનીય અવસ્થાને લઈ ગુજરાત ફર્સ્ટના દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર બાબત અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

Advertisement

મોરવા હડફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખાબડા 1 આંગણવાડી વર્ષોથી જર્જરીત હોવાના કારણે બાળકોને અન્ય મકાનમાં ભણવામાં આવી રહ્યા છે. ત્યારે ખાબડા 4 નંબરની આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબુર બન્યા હતા. ખાબડા 1 આંગણવાડી મંજુર હોવા છતાં આજદીન સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી. તો બીજી તરફ ખાબડા 4 આંગણવાડીના મકાનમાં ચોમાસા દરમ્યાન પાણી ટપકે છે જેને લઈ લાઈટની સુવિધા હાલ બંધ હાલતમાં છે અને સાથે જ દરવાજા તૂટી જતા બાળકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા દેખાઈ અસર 

ગુજરાત ફર્સ્ટ અહેવાલ

ગુજરાત ફર્સ્ટ અહેવાલ

સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ રાજ્ય સરકાર દ્વારા બન્ને આંગણવાડીની તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે.  મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે આપેલ સૂચનાને લઈ સંલગ્ન વિભાગના અધિકારીઓ ખાબડા ગામે પોહચી આંગણવાડીની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Advertisement

હવે ખાબડા 1 આંગણવાડી મકાનનો કામ વહેલી તકે શરૂ કરવામાં આવશે ત્યારે ખાબડા 4 આંગણવાડી માટે દરખાસ્ત કરી આ વર્ષે લેવામાં આવશે. પરંતુ હવે ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડીનો નવીન મકાન બનાવવામાં આવે તેવી વાલીઓની માંગ ઉઠી છે.

અહેવાલ - નામદેવ પાટીલ 

આ પણ વાંચો -- શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષિકા પરેશાન, બેંકની ભૂલના કારણે વધી મુશ્કેલી

Tags :
Advertisement

.