Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજદ્વારીઓ વચ્ચે જાહેરમાં મારામારી...જુઓ યુક્રેન-રશિયન પ્રતિનિધિઓ કેવા ઝઘડ્યાં !

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ એટલો વધારી દીધો છે કે તેમના રાજદ્વારી પ્રતિનિધિઓ વચ્ચે હવે જાહેરમાં લડાઈ થઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુક્રેનના સાંસદ ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કી તુર્કીની...
રાજદ્વારીઓ વચ્ચે જાહેરમાં મારામારી   જુઓ યુક્રેન રશિયન પ્રતિનિધિઓ કેવા ઝઘડ્યાં
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ એટલો વધારી દીધો છે કે તેમના રાજદ્વારી પ્રતિનિધિઓ વચ્ચે હવે જાહેરમાં લડાઈ થઈ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુક્રેનના સાંસદ ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કી તુર્કીની રાજધાની અંકારામાં એક કોન્ફરન્સ દરમિયાન એક અજાણ્યા રશિયન પ્રતિનિધિને મુક્કો મારતા જોઈ શકાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક રશિયન પ્રતિનિધિએ યુક્રેનના સાંસદના હાથમાંથી તેમના દેશનો ધ્વજ છીનવી લીધો. ત્યારે ગુસ્સામાં ભડકેલા યુક્રેનના સાંસદે આ રશિયન પ્રતિનિધિને સારો પાઠ ભણાવ્યો હતો.

Advertisement

વીડિયો ક્લિપ વાયરલ
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાની આ કથિત ઘટના બ્લેક સી ઈકોનોમિક કોઓપરેશન (PABSEC)ની સંસદીય સભાની 61મી મહાસભા દરમિયાન ગુરુવારે બની હતી. જ્યાં કાળા સમુદ્ર ક્ષેત્રના દેશો આર્થિક, તકનીકી અને સામાજિક મુદ્દાઓ પર બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. રાજકીય સલાહકાર અને કિવ પોસ્ટના વિશેષ સંવાદદાતા, જેસન જે સ્માર્ટ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી ઘટનાની વિડિઓ ક્લિપ શુક્રવારે સવાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. સાંસદ ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કીએ પણ આ ક્લિપ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.
ધ્વજ છીનવતાં મારામારી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સમિટ દરમિયાન એક અનામી રશિયન પ્રતિનિધિએ મેરિકોવ્સ્કીના હાથમાંથી બળજબરીથી તેમના દેશનો ધ્વજ છીનવી લીધો હતો. મેરીકોવસ્કીએ પછી તેને ધ્વજ લેવા દબાણ કરીને મુક્કાઓ મારીને બદલો લીધો. ઘણા લોકોની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુક્રેન પર હુમલો કરવાના નિર્ણય બાદથી સંઘર્ષ સતત વધી રહ્યો છે. આ યુદ્ધ હવે કિવ, ખેરસન, ઓડેસા અને બખ્મુત જેવા મોટા શહેરોમાં ફેલાઈ ગયું છે. મોસ્કોએ ગુરુવારે અમેરિકા પર ક્રેમલિન પર ડ્રોન હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વોશિંગ્ટને આ આરોપને નકારી કાઢ્યો હતો.
Tags :
Advertisement

.