Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka: કર્ણાટકના ખોળેથી થયો હિજાબ માટે ન્યાયનો ઉદય

ભાજપ સરકારે કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો ફેબ્રુઆરી-2022 થી કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જો કે કર્ણાટકની ઉડુપી સરકારી કૉલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કુલો...
karnataka  કર્ણાટકના ખોળેથી થયો હિજાબ માટે ન્યાયનો ઉદય

ભાજપ સરકારે કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો

Advertisement

ફેબ્રુઆરી-2022 થી કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જો કે કર્ણાટકની ઉડુપી સરકારી કૉલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કુલો અને કૉલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગા દીધો હતો. તે દરમિયાન પૂર્વ CM બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai) એ સમાનતા, જાહેર કાયદો તેમજ વ્યવસ્થામાં અવરોધ ઉભો કરતા પહેરવેશને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો હતો, જેમાં કોર્ટે બે તરફી નિર્ણય આપ્યો હતો. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

તાજેતરમાં કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવ્યો 

Advertisement

ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં નાગરિકોને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. રાજ્યની સ્કૂલો અને કૉલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે.

Advertisement

ભાજપએ કોંગ્રેસ પર સોશિયવ મીડિયા દ્વારા શાબ્દીક પ્રહાર કર્યા

બીજી તરફ ભાજપે કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધ હટાવવા મુદ્દે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે તેના ઓફિશિયલ X એકાઉન્ડ પર પોસ્ટ કરીને લખ્યું કે,, “સિદ્ધારમૈયાની ગેરંટી તમામ જાતિઓ વચ્ચે રહેલા શાંતિના બગીચામાં ધર્મનાં ઝેરીલાં બીજ વાવવાની છે. બાળકોમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે સ્કૂલો અને કોલેજોમાં એક સમાન નીતિ લાગુ કરવામાં આવી છે. આ નીતિને સુપ્રીમ કોર્ટે પણ માન્ય ગણી છે.”

આ પણ વાંચો: Army In Kashmir: જમ્મુ-કશ્મીરમાં આતંકીવાદીઓએ ફરી ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ

Tags :
Advertisement

.