ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Results : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં જનતાનો 'હીરો' કોણ..?

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ Results : હરિયાણા...
07:28 AM Oct 08, 2024 IST | Vipul Pandya
Election results 2024

Results : હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Results)આજે આવશે. બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તેના વિશે સમગ્ર દેશમાં ઉત્તેજના જોવા મળી રહી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી શરૂ થયાના થોડા સમય બાદ ટ્રેન્ડ પણ બહાર આવવા લાગશે.

મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા

આગામી 5 વર્ષ સુધી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોણ સત્તા પર રહેશે? તેનો નિર્ણય મંગળવારે (8 ઓક્ટોબર) લેવામાં આવશે. બંને જગ્યાએ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલના જણાવ્યા અનુસાર મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો---Exit poll :શું હરિયાણામાં કોંગ્રેસ પડશે ખેલ! જમ્મુ-કાશ્મીરમાં CONG-NC ગઠબંધનનું જોર!

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો પર મતદાન

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં (18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર) મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં માત્ર એક જ તબક્કામાં એટલે કે 5મી ઓક્ટોબરે મતદાન થયું હતું. જ્યારે હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.

90 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક

એક સત્તાવાર નિવેદનમાં, હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પંકજ અગ્રવાલ કહે છે કે રાજ્યના 22 જિલ્લાના 90 વિધાનસભા મતવિસ્તારોમાં 93 મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. બાદશાહપુર, ગુરુગ્રામ અને પટૌડી વિધાનસભા બેઠકો માટે બે-બે મતગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. બાકીની 87 બેઠકો માટે એક-એક મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. મતગણતરી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા 90 મતગણતરી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો---Haryana માં ભાજપ-કોંગ્રેસ આમને સામને, CM બનવાની લાગી હોડ...

પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવાની હોય છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ગણતરી 30 મિનિટ પછી થશે. સીઈઓનું કહેવું છે કે મતગણતરીનાં દરેક રાઉન્ડની સચોટ માહિતી નિયત સમયે જાહેર કરવામાં આવશે. મત ગણતરી દરમિયાન, ઉમેદવારો, તેમના અધિકૃત પ્રતિનિધિઓ, રિટર્નિંગ ઓફિસર (આરઓ)/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (એઆરઓ) અને ECI નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે.

મતગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. બંને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી પહેલા મતગણતરી કેન્દ્રો પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને મતગણતરી અધિકારીઓ તૈયારીઓ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક મતદાન મથકની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા.

શ્રીનગરમાં પણ મતગણતરી પહેલા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. આવી સ્થિતિમાં મતગણતરી કેન્દ્રોની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શ્રીનગરમાં પણ મતગણતરી પહેલા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો ચેકિંગ બાદ જ એજન્ટોને મતગણતરી કેન્દ્રની અંદર જવા દે છે.

ઉમેદવારો પહોંચ્યા

હરિયાણા વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોના ઉમેદવારો અને તેમના એજન્ટો મતગણતરી કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી અને લાડવા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર નયાબ સિંહ સૈની કુરુક્ષેત્રમાં સૈની સમાજ ધર્મશાળા પહોંચ્યા.

આ પણ વાંચો---BJP એકશનમાં, સાવિત્રી જિંદાલ સહિત 3 બળવાખોર નેતાઓની હકાલપટ્ટી

Tags :
Assembly Elections 2024BJPCongressCounting of voteselection resultsHaryanaHaryana election results 2024Jammu Kashmir Election Results 2024Jammu-Kashmir
Next Article