Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટેની રેસ,TOP 5 માં આ ખેલાડીઓ

IPL 2023 ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટેની રેસ દરરોજ રસપ્રદ બની રહી છે. IPLની 16મી સિઝનમાં 24 મેચો રમાઈ છે અને એવો કોઈ ખેલાડી નથી કે જે સતત ઓરેન્જ કે પર્પલ કેપ રેસમાં ટોચ પર હોય. ખાસ કરીને...
11:55 AM Apr 18, 2023 IST | Hiren Dave

IPL 2023 ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટેની રેસ દરરોજ રસપ્રદ બની રહી છે. IPLની 16મી સિઝનમાં 24 મેચો રમાઈ છે અને એવો કોઈ ખેલાડી નથી કે જે સતત ઓરેન્જ કે પર્પલ કેપ રેસમાં ટોચ પર હોય. ખાસ કરીને ઓરેન્જ કેપ માટેની રેસ સૌથી રોમાંચક છે, જ્યાં દરરોજ એક નવો ખેલાડી ટોચ પર પહોંચે છે. હાલમાં, ફાફ ડુપ્લેસિસ ટોચ પર છે અને બોલિંગમાં, યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપ ધરાવે છે,

 

ઓરેન્જ કેપ હોલ્ડરની વાત કરીએ તો IPL 2023માં ફાફ ડુપ્લેસીસ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 5 ઇનિંગ્સમાં 250થી વધુ રન બનાવ્યા છે. ફાફે RCB માટે 259 રન બનાવ્યા છે, જેમાં 3 અર્ધસદી સામેલ છે. વેંકટેશ અય્યર હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેના ખાતામાં 234 રન છે અને ત્રીજા નંબરે શિખર ધવન વેંકટેશથી એક રન પાછળ છે. ધવને એક ઇનિંગ્સ ઓછી રમી છે. ડેવિડ વોર્નર ચોથા નંબર પર અને શુભમન ગિલ નંબર પાંચ પર છે, જેણે 228-228 રન બનાવ્યા છે. વિરાટ ટોપ 5માંથી બહાર છે.

બોલરોની વાત કરીએ તો, પર્પલ કેપ હજુ પણ યુઝવેન્દ્ર ચહલ પાસે છે, પરંતુ સારી વાત એ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ટોપ 5માં પ્રવેશી ગયો છે. ચહલ નંબર વન, માર્ક વૂડ બીજા નંબરે અને રાશિદ ખાન ત્રીજા નંબર પર છે. આ ત્રણ બોલરોના નામે અત્યાર સુધી IPL 2023માં 11-11 વિકેટ લેવાનો રેકોર્ડ છે. મોહમ્મદ શમીએ અત્યાર સુધી પાંચ મેચમાં 10 વિકેટ લીધી છે અને CSKના ઝડપી બોલર તુષાર દેશપાંડે પણ પાંચ ઇનિંગ્સમાં 10 વિકેટ લઈને ટોપ 5માં પ્રવેશી ગયો છે.

આ પણ  વાંચો-સુનીલ શેટ્ટીએ જમાઈ KL RAHUL ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પત્ની આથિયાએ આ રીતે કરી WISH

 

 

 

Tags :
IPL 2023ipl 2023 latest points tableipl 2023 most runs and wicketsipl 2023 orange capipl 2023 orange cap holderipl 2023 orange cap listipl 2023 points tableipl 2023 points table listipl 2023 points table todayipl 2023 purple cap listipl most runs 2023ipl orange cap list 2023 listipl points table 2023latest ipl points table 2023most fours in ipl 2023most sixes in ipl 2023orange cap in ipl 2023points table ipl 2023
Next Article