Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RCB ની વધી મુસિબત, અધવચ્ચેથી આ સ્ટાર ખેલાડી IPL માંથી થયો બહાર

IPL 2023 માં RCB ની ટીમે 8 મેચ રમી છે જેમા 4 માં જીત અને 4 માં હાર મેળવી છે. આજે RCB ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની ટીમ સામે રમવાની છે. આ મેચ પહેલા RCB ને એક મોટો...
rcb ની વધી મુસિબત  અધવચ્ચેથી આ સ્ટાર ખેલાડી ipl માંથી થયો બહાર

IPL 2023 માં RCB ની ટીમે 8 મેચ રમી છે જેમા 4 માં જીત અને 4 માં હાર મેળવી છે. આજે RCB ની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ની ટીમ સામે રમવાની છે. આ મેચ પહેલા RCB ને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો આ સ્ટાર ખેલાડી ફાસ્ટ બોલર ડેવિડ વિલી છે જે હવે IPL 2023માંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ કોમેન્ટ્રી કરી રહેલા કેદાર જાધવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ ચોંકાવનારો નિર્ણય લીધો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ સોમવારે કેદાર જાધવને IPL 2023ની બાકીની મેચો માટે કરારબદ્ધ કર્યો છે. કેદાર જાધવને ડેવિડ વિલીની જગ્યાએ RCB ટીમમાં જગ્યા મળી છે. વિલીએ આ સિઝનમાં RCB માટે ચાર મેચ રમી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. કેદાર જાધવે તેની છેલ્લી IPL મેચ વર્ષ 2021માં રમી હતી. જે બાદ તેને કોઈપણ ટીમે સામેલ કર્યો ન હતો પરંતુ હવે બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ ચોંકાવનારો નિર્ણય લીધો છે અને IPL ની બાકીની મેચો માટે કેદાર જાધવને ટીમમાં જગ્યા આપી છે. કેદાર જાધવને 1 કરોડ રૂપિયાની રકમમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

પ્લેઓફની આશાઓ પર મોટો ફટકો

Advertisement

BCCI દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, "રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે કેદાર જાધવને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની બાકીની મેચો માટે ડેવિડ વિલીના સ્થાને નિયુક્ત કર્યા છે." RCB માટે છેલ્લી ઘણી મેચોમાં રમી રહેલો વિલી આગામી મેચોમાં રમી શકશે નહીં. RCB એ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી વિલી ઈજાગ્રસ્ત હોવાના કારણે તેને ટીમમાંથી બહાર અને કેદાર જાધવને ટીમમાં લેવાની વાતને શેર કરી છે. જણાવી દઇએ કે, વિલીએ આ સિઝનમાં 4 મેચમાં 3 વિકેટ લીધી જ્યારે તેની ઈકોનોમી 7 હતી. RCBમાંથી આ ખેલાડીની અચાનક હકાલપટ્ટી તેમની પ્લેઓફની આશાઓ પર મોટો ફટકો છે.

જાધવ મરાઠી કોમેન્ટ્રી કરી રહ્યા હતા
જ્યારે IPL 2023 માં કેદાર જાધવને કોઈએ ખરીદ્યો ન હતો, ત્યારે તેણે કોમેન્ટ્રી કરવાનું નક્કી કર્યું. તે Jio સિનેમા માટે મરાઠીમાં કોમેન્ટ્રી કરતો હતો. પણ હવે નસીબ ફરી વળ્યું છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મેદાનમાં જોવા મળશે. ટીમનો મિડલ ઓર્ડર ઘણો નબળો છે. અનુભવી દિનેશ કાર્તિક આઉટ ઓફ ફોર્મ છે અને તેના સિવાય કોઈ અનુભવી નામ બહાર નથી. કદાચ આ જ કારણ છે કે ટીમે તેને પોતાની સાથે જોડી દીધો છે. નોંધનીય છે કે જાધવને 16મી સીઝનની હરાજીમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો અને તે આ સીઝનમાં મરાઠી કોમેન્ટ્રી પેનલનો ભાગ હતો.

RCB આજે લખનઉ સામે ટકરાશે
IPL 2023ની 43મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે. RCBની ટીમના હાલમાં 8 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ છે. બીજી તરફ જો લખનૌની ટીમની વાત કરીએ તો તેના 8 મેચમાં 10 પોઈન્ટ છે અને તે ટેબલમાં બીજા નંબર પર છે. RCBની ટીમ અત્યારે છઠ્ઠા નંબર પર છે, તેના માટે અહીંથી દરેક મેચ જીતવી જરૂરી છે.

આ પણ વાંચો - એશિયા કપ 2023 ને લઇને પાકિસ્તાન જીદે ચઠ્યું, તો શું રદ્દ થઇ શકે છે ટૂર્નામેન્ટ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.