Delhi માં 'હિરોપંતી' કરનારાઓનું પોલીસે ઉતાર્યું ઘમંડ, ફોર્ચ્યુનર કાર કરી જપ્ત અને પછી...
દિલ્હી (Delhi)માં ફોર્ચ્યુનર કાર સાથે રસ્તા પર હીરોપંથી કરવી એક વ્યક્તિને મોંઘી પડી છે. પોલીસે આ કારને જપ્ત કરી લીધી છે અને આઈપીસીની કલમ 279 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે વ્યક્તિની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, દિલ્હી (Delhi) પોલીસની ટીમે નજફગઢ રોડ-રાજૌરી ગાર્ડનની બાજુમાં અવિચારી ડ્રાઇવિંગ અને ખતરનાક સ્ટંટને કારણે ફોર્ચ્યુનર કારને જપ્ત કરી છે. કારમાં નંબર પ્લેટ પણ ન હોવાથી ઓળખ છુપાવીને ખતરનાક સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા. જેના કારણે અન્ય વાહનો ચલાવતા લોકોને નુકસાન થઈ શકે છે અને કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.
#WATCH | Delhi Police team at PS Rajouri Garden has seized an SUV despite the owner's attempts to conceal the vehicle's identity by removing its number plate, for reckless driving and dangerous stunts along Najafgarh Road - Rajouri Garden.
A complaint by RWA Rajouri Garden was… pic.twitter.com/Gh04Bh2wH4
— ANI (@ANI) March 6, 2024
વાયરલ વીડિયોના આધારે FIR નોંધાઈ...
વાસ્તવમાં, પીએસ રાજૌરી ગાર્ડન ખાતેના આરડબ્લ્યુએ રાજૌરી ગાર્ડનમાંથી ફરિયાદ મળી હતી, જેમાં કેટલાક વાહનો દ્વારા અવિચારી ડ્રાઇવિંગ અને સ્ટંટિંગને હાઇલાઇટ કરવામાં આવ્યું હતું. પોલીસે તેની નોંધ લીધી અને આઈપીસીની કલમ 279 હેઠળ એફઆઈઆર નોંધી. આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી (Delhi) પોલીસે આ ઘટના સાથે જોડાયેલા વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : PM મોદીએ કોલકાતાને પ્રથમ અંડરવોટર મેટ્રોની ભેટ આપી, 520 મીટરની યાત્રા 40 સેકન્ડમાં પૂર્ણ થશે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ