Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર હુમલાની ધમકી આપનાર આખરે ઝડપાયો, રાજકોટ થી કરાઇ ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને તાજેતરમાં એક પેનિક મેલ મળ્યો હતો, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અમદાવાદનું નરેન્દ્ર...
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર હુમલાની ધમકી આપનાર આખરે ઝડપાયો  રાજકોટ થી કરાઇ ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને તાજેતરમાં એક પેનિક મેલ મળ્યો હતો, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ જ સ્ટેડિયમ છે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની મોટાભાગની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પણ રમાવનાર છે. એટલું જ નહીં વર્લ્ડ કપની મેગા ફાઇનલ મેચ પણ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

Advertisement

રાજકોટમાંથી કરાઇ ધરપકડ

ધમકી આપનાર આરોપીની ગુજરાતના રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો આપ્યા વિના, તેમણે જણાવ્યું કે આરોપીઓએ કથિત રીતે એક ઈમેલ મોકલ્યો હતો જેમાં તેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેડિયમમાં વિસ્ફોટ થશે.

Advertisement

ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી  

આરોપી અગાઉ 2018 માં બળાત્કાર કેસમાં, માનવ તસ્કરી અને ગુનાહિત ધમકીના આરોપમાં ગિરફતાર થઈ ચૂક્યો છે. આ કેસ ધારના ધામોદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, એમ ક્રાઈમ બ્રાન્ચે તેમના પ્રેસ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું.

Advertisement

મૂળ મધ્યપ્રદેશનો છે આરોપી 

આરોપી મૂળ મધ્યપ્રદેશનો છે.  જે હાલ રાજકોટની હદમાં રહેવાસ કરતો હતો. અધિકારીએ કહ્યું કે વ્યક્તિએ તેના ફોન પરથી મેઈલ મોકલ્યો હતો. જો કે આ મેલમાં તેનું નામ ન હતું.

આ પણ વાંચો -- જૂનાગઢમાં પોસ્ટ સપ્તાહની ઉજવણી, જાણો પોસ્ટના ઇતિહાસ અને સંગ્રહની રસપ્રદ વાતો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.