દેશમાં કોરોનાના નવા JN.1 વેરિએન્ટે વધારી ચિંતા, દર કલાકે થઇ રહ્યા છે 17 લોકો સંક્રમિત
એકવાર ફરી કોરોનાવાયરસ આપણા જીવનને પ્રભાવિત કરવા આવી રહ્યો છે. જીહા, તાજતેરમાં દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1 થી લોકોમાં ચિંતા વધી ગઇ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારતમાં દર કલાકે 17 લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાવાયરસના 423 કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દીના મોત થયા હોવાના સમાચાર છે.
દેશમાં વધ્યા કોરોનાના કેસ
અંદાજે 2 વર્ષ કોરોનાવાયરસે લોકોના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે. ભારતમાં લગભગ કોઇ એવો પરિવાર નહીં હોય કે જેણે પોતાના કોઇને કોઇ સ્વજનને ન ગુમાવ્યા હોય. હવે કહેવાય છે કે, આ ખતરનાક વાયરસનો નવો વેરિઅન્ટ એકવાર ફરી ફેલાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળામાં 4 દર્દીઓના મોત થયા છે. દરમિયાન કેરળમાં 2, રાજસ્થાનમાં 1 અને કર્ણાટકમાં 1 દર્દીનું મોત થયું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15, તમિલનાડુંમાં 13, ગુજરાતમાં 12, આંધ્ર પ્રદેશમાં 8, તેલંગાણામાં 8, ગોવામાં 8 નવા કેસ નોંધાય છે. આ ઉપરાંત, ભારતની રાજધાની દિલ્હીમાં 5, રાજસ્થાનમાં 5, પુડ્ડુચેરીમાં 4, ઉત્તર પ્રદેશમાં 4, છત્તીસગઢમાં 2, ઝારખંડમાં 2, આસામમાં 2, હરિયાણામાં 1 અને ઓડિશામાં પણ 1 કેસ નોંધાયો છે. WHO ના જણાવ્યા અનુસાર, વિશ્વમાં એક જ મહિનામાં કોરોનાના કેસમાં 52 ટકાનો વધારો થયો છે.
કેન્દ્ર સરકારની રાજ્યોને સૂચના
કેન્દ્ર સરકારે વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્યોને સૂચનાઓ જારી કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે, નવા વેરિઅન્ટને શોધવા માટે કોરોનાના તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે. જણાવી દઇએ કે, યુપીની તમામ હોસ્પિટલમાં દાખલ શ્વસન સમસ્યાઓ, શરદી અને તાવથી પીડાતા ગંભીર દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું હતું. કોવિડની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાઓને જારી કરાયેલી સૂચનાઓમાં ગંભીર દર્દીઓ માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
વિશ્વભરમાં એક મહિનામાં કોરોનાના કેસોમાં 52% નો વધારો થયો
WHO એ કહ્યું છે કે, છેલ્લા ચાર સપ્તાહ દરમિયાન નવા કોરોના કેસની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. એક મહિનામાં વિશ્વભરમાં 850,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેની તાજેતરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે નવા મૃત્યુની સંખ્યામાં અગાઉના 28-દિવસના સમયગાળાની સરખામણીમાં 8 ટકાનો ઘટાડો થયો છે, જેમાં 3,000 થી વધુ નવા મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો - COVID-19 : કોરોનાનું નવું સબ-વેરિઅન્ટ JN.1 પણ છે ખૂબ ખતરનાક, WHO એ કહ્યું- જો ધ્યાન નહીં રાખો તો…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ