Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નામીબિયાના ખેલાડીએ બનાવ્યો આ UNBREAKABLE રેકોર્ડ, વાંચો અહેવાલ

Namibia batsman Loftie Eaton breaks record : T20 ક્રિકેટ તેના આક્રમક અંદાજના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા અવિશ્વસનીય રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. તેવા સમયમાં હવે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો રેકોર્ડ...
05:33 PM Feb 27, 2024 IST | Harsh Bhatt

Namibia batsman Loftie Eaton breaks record : T20 ક્રિકેટ તેના આક્રમક અંદાજના કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા અવિશ્વસનીય રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. તેવા સમયમાં હવે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડ કોઈ ભારત, ઇંગ્લૈંડ, વેસ્ટ ઇન્ડીસ કે ઓસ્ટ્રેલિયાના નામે નોંધાયો નથી પરંતુ આ રેકોર્ડ નામીબિયાના બેટ્સમેનના નામે નોંધાયો છે. નામીબિયાના બેટ્સમેન જોન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે રેકોર્ડબ્રેક ઈનિંગ્સ રમીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

નામીબિયાના બેટ્સમેન જોન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી એટલે 33 બોલમાં સદી ફટકારી હતી. 5માં નંબર પર બેટિંગ કરવા આવેલા જ્હોન નિકોલ લોફ્ટી એટને પોતાની ઇનિંગમાં 11 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. આ પહેલા આ રેકોર્ડ નેપાળના કુશલ મલ્લના નામે હતો. જેણે 2023માં નામિબિયા સામે 34 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

જૂના રેકોર્ડ્સ તૂટયા

નામીબિયાના બેટ્સમેન જોન નિકોલ લોફ્ટી ઈટન પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નેપાળના કુશલ મલ્લના નામે હતો. તેણે 2023માં નામિબિયા સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે કુશલ મલ્લાએ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો હતો. પરંતુ હવે નામીબિયાના બેટ્સમેન જોન નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે સૌથી ઝડપી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.

જાન નિકોલ લોફ્ટી-ઇટોન ( નામીબિયા ) - 33 બૉલ  VS નામિબિયા  ( કીર્તિપુર )
કુશલ મલ્લ ( નેપાળ ) - 34 બૉલ VS મોંગોલિયા ( હાંગઝોઉ )
ડેવિડ મિલર ( દક્ષિણ આફ્રિકા ) - 35 બૉલ VS બાંગ્લાદેશ ( પોચેફસ્ટ્રુમ )
રોહિત શર્મા ( ભારત ) - 35 બૉલ VS શ્રીલંકા ( ઈન્દોર )
એસ વિક્રમસેકરા ( ચેક રિપબ્લિક ) - 35 બૉલ VS તુર્કી ઇલ્ફોવ કાઉન્ટી

જોન નિકોલ લોફ્ટી ઈટનની પારીને કારણે નામીબિયા જીત્યું

નેપાળમાં હાલ નેપાળ, નામિબિયા અને નેધરલેન્ડ વચ્ચે ત્રિકોણીઓ જંગ ચાલે છે. જેની પ્રથમ મેચ નામિબિયા અને નેપાળ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નામિબિયાએ પ્રથમ બેટિંગ કરીને જ્હોન નિકોલ લોફ્ટી ઈટનની વિસ્ફોટક ઇનિંગના બળે 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં નેપાળની ટીમ 18.5 ઓવરમાં માત્ર 186 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો -- INDvsENG Test : ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને અજેય લીડ મેળવી

Tags :
BREAKS RECORDCricketDAVID MILLERFASTEST HUNDREDLoftie EatonNamibiaNepalnew recordrohit sharmaT20 INTERNATIONAL
Next Article