Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

One Nation One Election ને લઇને મોદી સરકાર ગંભીર, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની કરી રચના

મોદી સરકાર One Nation One Election ને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. એટલું જ નહીં, સરકારે તેની શક્યતાઓ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સરકાર આ માટે આજે...
one nation one election ને લઇને મોદી સરકાર ગંભીર  પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની કરી રચના

મોદી સરકાર One Nation One Election ને લઈને ગંભીરતાથી વિચારી રહી છે. એટલું જ નહીં, સરકારે તેની શક્યતાઓ પર વિચાર કરવા માટે એક સમિતિની રચના પણ કરી છે, જેના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સરકાર આ માટે આજે નોટિફિકેશન બહાર પાડી શકે છે. જણાવી દઈએ કે ગઈકાલે સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને 18 થી 22 સપ્ટેમ્બર સુધી વિશેષ સત્ર બોલાવ્યું હતું. માનવામાં આવે છે કે આ સત્રમાં સરકાર ચૂંટણી પર બિલ પણ લાવી શકે છે.

Advertisement

સરકાર સંસદમાં 'One Nation One Election' બિલ રજૂ કરી શકે છે

Advertisement

કેન્દ્ર દ્વારા રચાયેલી સમિતિ One Nation One Election ના કાયદાકીય પાસાઓ પર વિચાર કરશે અને દેશના સામાન્ય લોકોના અભિપ્રાય પણ લેશે. સરકારના આ નિર્ણય અંગે લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અચાનક સરકારને એક દેશ, એક ચૂંટણીની જરૂર કેમ પડી? સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ સમયગાળા દરમિયાન સરકાર સંસદમાં 'વન નેશન, વન ઈલેક્શન' બિલ રજૂ કરી શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું. અગાઉ, 30 જૂન 2017 ના રોજ મધ્યરાત્રિએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે GST લાગુ કરવા માટે લોકસભા અને રાજ્યસભાની વિશેષ સંયુક્ત બેઠક બોલાવી હતી. જોકે, આ વખતે તે પાંચ દિવસનું પૂર્ણ સત્ર હશે.

Advertisement

One Nation One Election મુદ્દો શું છે?

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો અર્થ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી અલગ-અલગ સમયે યોજાય છે. લોકસભા અને વિધાનસભા બંનેના સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાતી હોવાથી દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાય છે. જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સંબંધિત રાજ્યમાં આચારસંહિતા લાગુ થાય છે. નરેન્દ્ર મોદી સરકારનું કહેવું છે કે અલગ-અલગ સમયે ચૂંટણી થવાના કારણે સરકારને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર માને છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ જેથી સરકારોને કામ કરવાની સારી તક મળે. જો એક દેશ, એક ચૂંટણીને લઈને કાયદો બનાવવામાં આવે તો સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. શક્ય છે કે એક જ સમયે મતદાન થાય.

સત્ર બોલાવવાની પ્રક્રિયા

જણાવી દઈએ કે નિયમો અનુસાર એક વર્ષમાં સંસદના 3 સત્ર હોય છે. બજેટ, ચોમાસુ અને શિયાળો. એક બેઠક વચ્ચે 6 મહિનાથી વધુનો અંતર ન હોવો જોઈએ. એટલે કે સંસદના બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. આ જ નિયમ રાજ્યની વિધાનસભાઓને પણ લાગુ પડે છે. ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. ચોમાસુ સત્રના 37 દિવસ બાદ વિશેષ સત્ર યોજાઈ રહ્યું છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં શિયાળુ સત્ર શરૂ થશે.

PM મોદી One Nation One Election ના સમર્થક

2014માં વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ PM નરેન્દ્ર મોદીએ વન નેશન વન ઈલેક્શનની વાત શરૂ કરી હતી. બંધારણ દિવસના અવસર પર PM એ એકવાર કહ્યું હતું કે આજે દેશમાં ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી. આ ભારતની જરૂરિયાત છે. તેથી આ મુદ્દાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.

આ પણ વાંચો - ‘One Nation One Election’ કેવી રીતે થઇ શકે?, વાંચો- કાયદા પંચના સૂચનો અને બંધારણમાં કયા ફેરફારો કરવા પડશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.