RR vs SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર No Ball એ નિર્ણય બદલ્યો
IPLની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ (RR vs SRH) વચ્ચે મેચ રમાઈ રહી છે. જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રાજસ્થાને હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા અને હૈદરાબાદને 215 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેને હૈદરાબાદની ટીમે અંતિમ બોલ પર હાસિંલ કરી લીધો છે.
હૈદરાબાદે અંતિમ બોલ પર મેળવી જીત
તમે લગાન ફિલ્મ તો ચોક્કસ જોઇ જ હશે. ફિલ્મમાં જે રીતે ક્રિકેટ મેચ બતાવવામાં આવી છે અને તેમા પણ ખાસ અંતિમ બોલ પર ટીમ નો બોલ બાદ જીત મેળવે છે તેવું જ કઇંક આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચમાં જોવા મળ્યું હતું. જણાવી દઇએ કે, જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં રાજસ્થાને હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા અને હૈદરાબાદને 215 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. જેનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે અંતિમ બોલ પર છક્કો ફટકારી જીત મેળવી હતી.
Match 52. Sunrisers Hyderabad Won by 4 Wicket(s) https://t.co/aI1qKW8eVW #TATAIPL #RRvSRH #IPL2023
— IndianPremierLeague (@IPL) May 7, 2023
અંતિમ બે ઓવરે રોમાંચની તમામ હદ વટાવી
19મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સે પહેલા સતત ત્રણ સિક્સર ફટકારી અને પછી ફોર ફટકારી. જોકે, તે પાંચમા બોલ પર આઉટ થઇ ગયો હતો. આ પછી માર્કો જેન્સને છેલ્લા બોલ પર બે રન લીધા હતા. હવે હૈદરાબાદે 6 બોલમાં 19 રન બનાવવાના હતા. ત્યારબાદ 20મી ઓવર સંદીપ શર્માએ કરી જેના પહેલા બોલ પર 2 રન, બીજા બોલ પર 6, ત્રીજા બોલ પર 2 રન, ચોથા અને પાંચમાં બોલ પર 1-1 રન અને છઠ્ઠા બોલ પર તેણે નો બોલ નાખ્યો. આ પહેલા રાજસ્થાનના ફેન ખુશ થઇ ગયા હતા પરંતુ તેમની ખુશી ત્યારે ફેરવાઈ જ્યારે મેદાનના એમ્પાયરે નો બોલનો સિગ્નલ આપ્યો. જે પછી અંતિમ બોલ પર અબ્દુલ સમદે સિક્સ ફટકારી રાજસ્થાનના હાથમાં આવેલી મેચ હૈદરાબાદના નામે કરી હતી.
WHAT. A. GAME 😱😱
Abdul Samad wins it for the @SunRisers as he hits a maximum off the final delivery. #SRH win by 4 wickets.
Scorecard - https://t.co/1EMWKvcgh9 #TATAIPL #RRvSRH #IPL2023 pic.twitter.com/yh0WVMEbOz
— IndianPremierLeague (@IPL) May 7, 2023
યુજવેન્દ્ર ચહેલની શાનદાર બોલિંગ રાજસ્થાનને જીત ન અપાવી શકી
215 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ઇનિંગ્સની શરૂઆત સારી રહી હતી, પરંતુ અંતમાં ટીમ ખરાબ પ્રદર્શન કરતા ટીમની જીતની આશા રાખી રહેલા ફેન દુઃખી થયા હતા. અનમોલપ્રીત સિંહ અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા. અનમોલપ્રીત 33 અને અભિષેક શર્મા 55 રન બનાવીને આઉટ થયો હતો. ટીમની પ્રથમ 5 વિકેટમાંથી 4 વિકેટ યુઝવેન્દ્ર ચહલે લીધી હતી. અંતે ટીમની હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ ગ્લેન ફિલિપ્સે અંતમાં વિસ્ફોટક ઈનિંગ રમીને મેચમાં ફરી એકવાર રોમાંચ સર્જ્યો હતો. તેણે માત્ર 7 બોલમાં 25 રન બનાવ્યા, પરંતુ કુલદીપ યાદવે તેને 19મી ઓવરમાં પરત મોકલી દીધો. આ પછી અંતમાં અબ્દુસ સમદે 7 બોલમાં 17 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો - IPL 2023 : જોસ બટલર અને સંજુ સેમસને હૈદરાબાદના બોલરોને ખૂબ ધોયા, 215 રનનો આપ્યો લક્ષ્ય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ