Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના નંબર વન બુટલેગરના મેનેજરને SMC ની ટીમ જીવના જોખમે રાજસ્થાનથી ઉઠાવી લાવી, 75 ગુનાનો ઈનામી બુટલેગર પણ સકંજામાં

બુટલેગરોના બાર વગાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને એક પછી એક લોટરી લાગી હોય તેવો અનુભવ થયો છે. SMC ની બે ટીમને બે મોસ્ટ વૉન્ટેડ બુટલેગર 12 કલાકના ગાળામાં હાથ આવી ગયા છે. દુબઈ ફરાર થઈ ગયેલા ગુજરાતના...
ગુજરાતના નંબર વન બુટલેગરના મેનેજરને smc ની ટીમ જીવના જોખમે રાજસ્થાનથી ઉઠાવી લાવી  75 ગુનાનો ઈનામી બુટલેગર પણ સકંજામાં

બુટલેગરોના બાર વગાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ને એક પછી એક લોટરી લાગી હોય તેવો અનુભવ થયો છે. SMC ની બે ટીમને બે મોસ્ટ વૉન્ટેડ બુટલેગર 12 કલાકના ગાળામાં હાથ આવી ગયા છે. દુબઈ ફરાર થઈ ગયેલા ગુજરાતના નંબર વન બુટલેગર વિનોદ સિંધી (Number One Bootlegger Vinod Sindhi) ના મેનેજર કમ બુટલેગર આનંદપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને SMC ની ટીમ જીવના જોખમે ઉઠાવી લાવી છે. જ્યારે 25 ગુનામાં ફરાર ઈનામી બુટલેગર વિશ્વાસ ગડરીને આસાનીથી તાપી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. મોસ્ટ વૉન્ટેડ બુટલેગરોની યાદીમાં રહેલા બે આરોપી હાથ આવી જતાં DGP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાહતનો દમ લીધો છે.

Advertisement

SMC ની ટીમને ઘેરી આરોપી છોડાવવાનો પ્રયાસ

હજારો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠાલવનાર કુખ્યાત બુટલેગર (Notorious Bootlegger) વિનોદ સિંધી દેશ છોડી દુબઈ (Dubai) ભાગી ગયો છે. વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધીના મુનિમ એટલે કે, મેનેજરની ભૂમિકા ભજવતો આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા મારવાડી ઘણા લાંબા સમયથી SMC ના નિશાના પર હતો. આનંદપાલ દેવડા ઉર્ફે દિક્ષા વર્ષ 2016થી 17 જેટલા ગુનામાં ફરાર હતો. ગુરૂવારની રાતે SMC ના પીઆઈ આર જી ખાંટ (PI R G Khant) અને તેમની ટીમ રાજસ્થાનના શિરોહી ખાતે એક ફાર્મ હાઉસ પર ત્રાટકી હતી. ફાર્મ હાઉસમાં મજા માણી રહેલો દિક્ષા મારવાડી મળી આવતા તેને ખાનગી કારમાં નાંખીને ટીમ SMC ગુજરાત આવવા રવાના થઈ ગઈ હતી. બુટલેગરને ઉઠાવીને નીકળેલી પોલીસ ટીમની કારને થોડાક કિલોમીટર દૂર બે-ત્રણ વાહનોએ ઘેરી દિક્ષા મારવાડીને છોડાવવા કારને ટક્કર પણ મારી હતી. દિલધડક ઓપરેશનમાં ગુજરાત પોલીસ (Gujarat Police) બુટલેગરને રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં સફળ રહી હતી.

Gujarat's number one bootlegger was arrested by SMC

Advertisement

વિનોદ સિંધીના મેનેજરનો ફોન ખોલશે રાઝ

ગુજરાતનો નંબર વન બુટલેગર વિનોદ સિંધી એસએમસીના નિર્લિપ્ત રાય (Nirlipt Rai IPS) ના ડરથી વર્ષ અગાઉ દેશ છોડીને દુબઈ ચાલ્યો ગયો છે. ત્યારબાદ વિનોદ સિંધીના નેટવર્કને દિક્ષા મારવાડી અન્ય સાગરીત લક્ષ્મણ મારવાડી અને બાદલસિંહ સાથે મળીને ચલાવી રહ્યો છે. છેલ્લાં સાત મહિનામાં SMC એ કરેલા પ્રોહીબિશનના 5 મોટા કેસમાં દિક્ષા મારવાડીનું કનેકશન સામે આવ્યું હતું. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં વિદેશી દારૂ ઠાલવતા દિક્ષા મારવાડી હાથમાં આવી જતા અનેક પોલીસ અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આનંદપાલસિંહ ઉર્ફે દિક્ષા મારવાડી પાસેથી પોલીસને એક મોબાઈલ ફોન અને બે ડોંગલ મળી આવ્યા છે. દિક્ષા મારવાડીના મોબાઈલ ફોનમાં રહેલી કોલ હિસ્ટ્રી, વૉટસએપ ચેટ-કોલ અને કોન્ટેક્ટ નંબર આધારે દિક્ષા મારવાડી સાથે સાંઠગાંઠ ધરાવતા લાંચીયા તત્વોની પોલ ખૂલે તો નવાઈ નહીં. હાલ દિક્ષા મારવાડીનો કબજો અમદાવાદની રામોલ પોલીસ (Ramol Police) ને સોંપવામાં આવ્યો છે.

Gujarat's number one bootlegger was arrested by SMC

Advertisement

દક્ષિણ ગુજરાતનો ઈનામી બુટલેગર ઝપટમાં

સ્ટેટ મોનિટરિંગ સેલ છેલ્લાં એક વર્ષમાં ટોપ ટેન પૈકી મોટા ભાગના બુટલેગરોને ઝડપી ચૂકી છે. વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતના નંબર વન બુટલેગર ગડરી બંધુઓ પૈકી નાના ભાઈ ગોરખ ઉર્ફે પિન્ટુને SMC એ ઝડપ્યો હતો. જ્યારે ગોરખ ઉર્ફે પિન્ટુનો મોટો ભાઈ વિશ્વાસ ગડરી વર્ષ 2018થી 25 ગુનામાં વૉન્ટેડ હતો. ઓક્ટોબર-2022માં મોસ્ટ વૉન્ટેડ બુટલેગર વિશ્વાસ ગડરી પર 25 હજારનો રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના નવાપુરા ખાતે બે વાઈન શોપ ધરાવતા વિશ્વાસ ગડરી સામે ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે કુલ 75 ગુનાઓ નોંધાયેલા છે. SMC ના ડીવાયએસપી કે ટી કામરીયા (DySP K T Kamariya) ને મળેલી ઠોસ બાતમીના આધારે તાપી જિલ્લામાંથી પીઆઈ સી એચ પનારા (PI C H Panara) એ શુક્રવારે સવારે વિશ્વાસ ગડરીને આસાનીથી ઉપાડી લીધો હતો. વિશ્વાસ ગડરી પાસેથી પોલીસને એક મોબાઈલ ફોન હાથ લાગ્યો છે. ગડરી બંધુઓ ગોવા અને દમણ ખાતેથી વિદેશી દારૂ લાવી દક્ષિણ ગુજરાતમાં ઠાલવતા હતા.

આ પણ વાંચો : SURAT GOLD SMUGGLING RACKET : PSI પરાગ દવેએ મનગમતું પોસ્ટિંગ લીધું હતું, પાંચ મહિનામાં IPS અધિકારીની મીલીભગતથી કરોડોના સોનાની દાણચોરી કરી હોવાની આશંકા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.