ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ODI માંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર
- પાકિસ્તામાં યોજાશે ICC ચેમ્પિયન્સ ટ્રોફી
- અફઘાનિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ મોટો નિર્ણય
- નસીબે ODI માંથી નિવૃત્ત લેશે
ICC Champions Trophy : પાકિસ્તાન ICC Champions Trophy 2025 ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે સમગ્ર સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. મોહમ્મદ નબી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. આ મજબૂત ઓલરાઉન્ડર છેલ્લા 15 વર્ષથી ODI ફોર્મેટમાં પોતાના દેશ માટે રમી રહ્યો છે, હવે તેણે નક્કી કર્યું છે કે તે આવતા વર્ષે તેની ODI કરિયરને અલવિદા કહેશે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદન
અફઘાનિસ્તાન (Afghanistan)ક્રિકેટ બોર્ડ (એસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ નસીબ ખાને ખુલાસો કર્યો છે કે નબીએ તેમને નિર્ણય વિશે જાણ કરી હતી અને તેણે તેનો સ્વીકાર કર્યો હતો. નબી અફઘાનિસ્તાન માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને 2019માં સૌથી લાંબા ફોર્મેટ, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી 2026 T20 વર્લ્ડ કપને પણ લક્ષ્ય બનાવી શકે છે.
આ પણ વાંચો -Champions Trophy 2025 માટે પાકિસ્તાનમાં નહીં જાય Team India!
નબી ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODIમાંથીનિવૃત્તિ લેશે.
નસીબે ક્રિકબઝને કહ્યું, હા, નબી ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODIમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે અને તેણે બોર્ડને પોતાની ઈચ્છા જણાવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી, મને લાગે છે કે તે તેની T20 કારકિર્દી ચાલુ રાખે તેવી અપેક્ષા છે અને તે અત્યાર સુધીની આ જ યોજના છે. આ ઓલરાઉન્ડરના નામે સૌથી વધુ ટીમો સામે જીત મેળવવાનો રેકોર્ડ પણ છે. તેણે અફઘાનિસ્તાન માટે 45 મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં તેણે બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં નબીએ અફઘાનિસ્તાન તરફથી 79 બોલમાં સૌથી વધુ 84 રનની ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો -IPL 2025 Mega Auction:મિશેલ સ્ટાર્કની RCBમાં થશે એન્ટ્રી? પોસ્ટ થઈ વાયરલ
નબીની વનડે કરિયર આવી રહી
મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન માટે 165 વનડે મેચ રમી છે. જ્યારે બેટિંગમાં તેણે 3537 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 17 અડધી સદી ફટકારી હતી. આ સિવાય બોલિંગ દરમિયાન નબીએ 171 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ નબીએ ઘણા અવસરે પોતાની ટીમને જીત અપાવી છે. નબી એક ધાંસુ ઓલ રાઉન્ડર છે. તે વિવિધ ટી20 લીગમાં પણ રમે છે.