ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

The Kerala Storyને 'ધ કાશ્મીર ફાઇલ્સ' કરતાં બંપર ઓપનિંગ

The Kerala Story'ને 'ધ કાશ્મીર ફાઇલ્સ' કરતાં બંપર ઓપનિંગ મળ્યું છે.  વિવાદોમાં રહેલી આ ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો શરૂઆતના અંદાજ પર નજર કરીએ તો અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ ભારતમાં પહેલા દિવસે 7.5 કરોડ રૂપિયાની...
09:41 AM May 06, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
The Kerala Story'ને 'ધ કાશ્મીર ફાઇલ્સ' કરતાં બંપર ઓપનિંગ મળ્યું છે.  વિવાદોમાં રહેલી આ ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો શરૂઆતના અંદાજ પર નજર કરીએ તો અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'એ ભારતમાં પહેલા દિવસે 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે ગયા વર્ષની 'ધ કાશ્મીર ફાઇલ્સ' કરતા વધુ છે.  વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મે પ્રથમ દિવસે 3.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે ધ કેરલા સ્ટોરીની પ્રથમ દિવસની કમાણીનો અડધો ભાગ છે.
The Kerala Story ફિલ્મની કમાણી વધવાની આશા
ટ્રેડ વિશ્લેષકોના મતે વીકએન્ડ પર The Kerala Story ફિલ્મની કમાણી વધવાની આશા છે અને આગામી દિવસોમાં ફિલ્મનું કલેક્શન સારૂ રહી શકે છે. જોકે, સ્ટોરીને લઈને ચાલી રહેલા વિવાદને કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો થઈ શકે છે.
કેરળની ત્રણ મહિલાઓની ઘટના પર આધારિત
ફિલ્મ વિશે વાત કરીએ તો, તે કેરળની ત્રણ મહિલાઓની ઘટના પર આધારિત છે જે કથિત રીતે આતંકવાદી સંગઠન ISISમાં જોડાઈ હતી. ફિલ્મમાં અદા શર્મા સાથે યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની જેવી અભિનેત્રીઓ જોવા મળી રહી છે.
ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કર્યું
વિવાદો બાદ આખરે 'ધ કેરલા સ્ટોરી' 5 મે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ '1920'થી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર અદા શર્માએ 'ધ કેરાલા સ્ટોરી'માં મુસ્લિમ યુવતી ફાતિમાની ભૂમિકા ભજવી હતી. ટ્રેલર રિલીઝ થયા બાદ એક તરફ મુસ્લિમ સમુદાય ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ રાજકીય જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે. જો કે, આમ છતાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી હતી. જો આપણે 'ધ કેરળ સ્ટોરી'ની શરૂઆતની 'ધ કાશ્મીર ફાઇલ્સ' સાથે સરખામણી કરીએ તો આ ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કર્યું છે.
આ પણ વાંચો---કેન્ડલ જેનરને દુનિયાની સૌથી સુંદર મહિલા કહેવા પર ભડક્યા ઐશ્વર્યાના ફેન્સ, કંઈક આ રીતે કર્યો ગુસ્સો
Tags :
Bollywoodbumper openingThe Kashmir FilesThe Kerala Story