Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mizoram : જોરમ પીપલ્સ મૂવમેન્ટે સત્તારુઢ મિઝો નેશનલ ફ્રન્ટ ને હરાવી સત્તા મેળવી

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે શરુ થયેલી મતગણતરીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને સૌથી વધુ 27 બેઠકો મળી છે જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ને માત્ર 10 બેઠકો મળી છે. કોંગ્રેસે અહીં 1 અને ભાજપે 2 બેઠક મેળવી છે. શરુઆતથી જ...
02:41 PM Dec 04, 2023 IST | Vipul Pandya

મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે શરુ થયેલી મતગણતરીમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને સૌથી વધુ 27 બેઠકો મળી છે જ્યારે સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ને માત્ર 10 બેઠકો મળી છે. કોંગ્રેસે અહીં 1 અને ભાજપે 2 બેઠક મેળવી છે.

શરુઆતથી જ ZPM આગળ

આ ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), જોરમ પીપલ્સ મુવમેન્ટ (ZPM) અને કોંગ્રેસ તથા ભાજપ વચ્ચે મુકાબલો થયો હતો. મતોની ગણતરીના પ્રારંભિક વલણોમાં શરુઆતથી જ વિપક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) પર લીડ મેળવી હતી.

મિઝોરમના ઉપમુખ્યમંત્રી હાર્યા

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના ઉપમુખ્યમંત્રી તવાનલુઈયા તુઇચાંગમાં ZPM ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામા સામે હારી ગયા છે. મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના તવાનલુઈયાને 6,079 વોટ મળ્યા, જ્યારે Zoram People's Movement (ZPM)ના ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામાને 6,988 વોટ મળ્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સી લાલહરિયાતુયાને 1,674 વોટ મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર લાલહમુન્સિયામીને માત્ર 67 વોટ મળ્યા.

મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું

રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની સાથે મિઝોરમમાં મતગણતરી થવાની હતી. જો કે, રાજકીય પક્ષો, એનજીઓ, ચર્ચ અને વિદ્યાર્થી સંગઠનોની અપીલ બાદ ચૂંટણી પંચે તેને મુલતવી રાખ્યું કારણ કે ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. મિઝોરમ વિધાનસભા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના 8.57 લાખ મતદારોમાંથી 80 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો----PARLIAMENT : સંસદમાં જોવા મળી ચૂંટણી પરિણામોની અસર, PM MODI નું ભવ્ય સ્વાગત

Tags :
BJPCongressJoram People's MovementMizo National FrontMizoram Assembly Elections 2023
Next Article