રાજ્યમાં જ્ઞાન સહાયકનો મુદ્દો ગરમાયો, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ
રાજ્યની સરકારી અને અનુદાર્થાનત પ્રાથમિક, માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એક્સલન્સ' માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન રાહાયક' મૂકવામાટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જ્ઞાન સહાયકના મુદ્દા ઉપર ભાજપના પ્રદેશના સહ પ્રવકતા ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે જ્ઞાન સહાયકનો મુદ્દો કોંગ્રેસ વિના કારણે ગજવી રહી છે.
જ્ઞાન સહાયકની નિમણૂંક કરાશે
રાજ્યની સરકારી અને અનુદાર્થાનત પ્રાથમિક, માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન ૨સ્કુલ્સ ઓફ એક્સલન્સ' માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર કરાર આધારિત ‘જ્ઞાન રાહાયક' મૂકવામાટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે પ્રામિક શાળાઓમાં ૧૫૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે ૧૧૫૦ જ્ઞાન સહાયકની કરા૨ આધારિત નિમણુંક કરવામાં આવશે.
આ ઉમેદવારો અરજી શકશે
કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાર્થાત્મક વિભાગના જ્ઞાન સહાયકો રૂ. ૨૧,૦૦૦/- માધ્યમિક વિભાગ માટે ૨૪,000/ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે રૂપિયા ૨૬,000/- ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કાર આર્કારત નિમણુંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમક) અને ઉચ્ચતર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માર્યાત્મક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે.
અરજદારોએ શાળાની પસંદગી ઓનલાઇન કરવાની રહેશે
અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રાદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળાઓમાં ‘જ્ઞાન સહાયક” તરીકે કામગીરી કરવા ઇચ્છે છે. તેની પસંદગી ઓનલાઇ કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવાર હાલ સહાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.
જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે
આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા પ્રદેશના સહ પ્રવકતા ઋત્વિજ પટેલે જણાવ્યું કે જ્ઞાન સહાયકના મુદ્દે કોંગ્રેસ વિના કારણે ગજવી રહી છે. તેમણે કહ્યું કે જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. સરકાર કાયમી ભરતી કરે છે અને ભવિષ્યમાં પણ કરવાની છે. વિધાર્થીઓને લર્નિંગ લોસ ન જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા એટલે જ્ઞાન સહાયકની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા 2600 વિદ્યાસહાયકોની ભરતી અને 1560 આચાર્યોની ભરતી કરવામાં આવી છે. જે લોકોએ ટાટ પાસ કર્યું નથી તે વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસની નકારાત્મક નીતિ
તેમણે એમ પણ કહ્યું કે જ્ઞાન સહાયક માટે પણ 25 હજાર ફોર્મ ભરાયા છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા નથી ત્યારે જમીની સ્તર પર સમર્થન ગુમાવી ચુક્યા છે ત્યારે સમાચારોમાં રહેવા ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. કોંગ્રેસની નકારાત્મક નીતિને તેઓ સમજે છે અને તેમને જવાબ પણ આપશે.
જ્ઞાન સહાયકની કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરી કાયમી ભરતી કરવી જોઈએ
બીજી તરફ જ્ઞાન સહાયક અંગે ભાજપ પ્રવક્તા ઋત્વિક પટેલના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે શિક્ષણમાં પ્રવાસ જોયો હતો પરંતુ પ્રવાસી શિક્ષક લાવવાનું કામ ભાજપે કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ૧૬૦૦ કરતા વધારે શાળાઓમાં એક શિક્ષક અને ૩૨ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. યુવાઓની વ્યાજબી માંગને કોંગ્રેસ સમર્થન કરે છે. તેમણે કહ્યું કે ભાજપે શિક્ષણની અધોગતિ કરી છે એનો સ્વીકાર કરે અને ભાજપ નેતાઓ લાજવાને બદલે ગાજે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ પ્રથા રદ્દ કરી કાયમી ભરતી કરવી જોઈએ
આ પણ વાંચો---રાજ્યમાં તમામ લોકસભા બેઠકો જીતવાનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો દાવો