Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં વરસાદ અને IPL ફાઇનલને ફરી લાગ્યું ગ્રહણ..! 2 કલાક મહત્વના...

જેની આશંકા હતી તે વાત આખરે સાચી ઠરી છે. IPL 2023ની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો.  IPLની ફાઇનલ મેચમાં હજું પણ 2 કલાક...
અમદાવાદમાં વરસાદ અને ipl ફાઇનલને ફરી લાગ્યું ગ્રહણ    2 કલાક મહત્વના
જેની આશંકા હતી તે વાત આખરે સાચી ઠરી છે. IPL 2023ની ફાઇનલ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો હતો.  IPLની ફાઇનલ મેચમાં હજું પણ 2 કલાક સુધી રાહ જોવાશે અને વરસાદ બંધ થશે તો  ઓવરો ઘટાડી મેચ ફરી શરુ થઇ શકે છે. રાત્રે 10 વાગે આ લખાય છે ત્યારે વરસાદ બંધ થતાં મેચ ફરી શરુ થાય તેમ લાગી રહ્યું છે. ફાઇનલ મેચ હોવાથી 20 ઓવરની મેચ રમાય તેવા પ્રયાસો કરાશે અને રાત્રે 11.30 સુધી 20 ઓવરની મેચ રમાય તેવી શક્યતા છે

Advertisement

મેદાનને કવરથી ઢંકાયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે ક્રિકેટ ચાહકો વરસાદ રોકાય અને ચેન્નઇ સુપર કિંગ્સની ઇનિંગ્સ જોવા મળે તેની ઇચ્છા પ્રગટ કરી હતી.
ગુજરાત ટાઇટન્સે આપ્યો 215 રનનો લક્ષ્યાંક
અગાઉ ગુજરાત ટાઇટન્સે શુભમન ગીલ અને સાહાની બેટીંગ તથા સુદર્શનના તોફાની 96 રનની મદદથી 214 રન બનાવ્યા હતા. ત્યારબાદ સીએસકેની ઇનિંગ્સ શરુ થઇ હતી અને 4 રન થયા હતા ત્યારે જ વરસાદ પડતાં મેચ મોકૂફ રહી હતી. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ રાત્રે ચાલું રહ્યો હતો.
Tags :
Advertisement

.