Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી, ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું

અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી હિક્સવિલે ગુરુદ્વારામાં રાજદૂત સાથે દુર્વ્યવહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું રાજદૂત તરનજીત સિંહ સંઘુ સાથે કરી ઝપાઝપી હત્યાના ડરે ખાલિસ્તાની આતંકી પન્નુની કરતૂત ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ...
અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી  ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું
  • અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી
  • હિક્સવિલે ગુરુદ્વારામાં રાજદૂત સાથે દુર્વ્યવહાર
  • ખાલિસ્તાની સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કરાયું
  • રાજદૂત તરનજીત સિંહ સંઘુ સાથે કરી ઝપાઝપી
  • હત્યાના ડરે ખાલિસ્તાની આતંકી પન્નુની કરતૂત

ભારત વિરુદ્ધ સતત નિવેદનો આપી રહેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ વખતે પોતાના સમર્થકો દ્વારા નાપાક કૃત્ય કર્યું છે. પન્નુએ તેના સમર્થકોને ન્યૂયોર્કના ગુરુદ્વારામાં મોકલ્યા અને ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે ઝપાઝપી કરી હતી. અગાઉ બ્રિટનમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ ગુરુદ્વારાની બહાર ભારતીય રાજદૂત સાથે આવું જ ખરાબ વર્તન કર્યું હતું.

Advertisement

અમેરિકામાં ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી

ખાલિસ્તાનીઓ અને ખાલિસ્તાન સમર્થકો તેમની નાપાક હરકતોને સતત વાગોળી રહ્યા છે. આ વખતે અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને રાજદૂત તેમના ટાર્ગેટ પર છે. ફરી એકવાર તેમણે પોતાની ગંદી વિચારધારા અને માનસિકતા દર્શાવી છે. પ્રકાશ પર્વના શુભ દિવસે ન્યૂયોર્કમાં ગુરુદ્વારામાં દર્શન કરવા આવેલા ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે ખાલિસ્તાન સમર્થકોએ દુર્વ્યવહાર કર્યો હતો. ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે તેમને ગુરુદ્વારામાં ઘેરી લીધા હતા અને તેમને હેરાન પરેશાન કર્યા હતા. અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં હિક્સવિલે ગુરુદ્વારામાં એક કાર્યક્રમ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય રાજદૂત પર મુક્યો આ આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ ન્યૂયોર્કના ગુરુદ્વારા પહોંચ્યા હતા. પરંતુ, અહીં ખાલિસ્તાનીઓએ તેમની સાથે ધક્કા-મુક્કી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ કહ્યું કે તમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી છે અને હવે તમે પન્નુને મારવાની યોજના બનાવી રહ્યા છો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન, રાજદૂત સંધુએ ગુરુ નાનકના એકતા અને સમાનતાના કાયમી સંદેશને પ્રકાશિત કર્યો. આ દરમિયાન તેમણે લંગરમાં ભાગ લીધો અને ઉપસ્થિત તમામ લોકોના આશીર્વાદ માંગ્યા.

Advertisement

રાજદૂતોને અગાઉ પણ હેરાન કરવામાં આવ્યા છે

આ પહેલા બ્રિટનના સ્કોટલેન્ડમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ ત્યાંના ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં જતા અટકાવ્યા હતા. આ સિવાય ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભારતીય દૂતાવાસની કામગીરીમાં પણ ખલેલ પહોંચાડી હતી. ત્યારે શીખ ફોર જસ્ટિસે ધમકી આપી હતી કે જો કેનેડામાં ભારતીય દૂતાવાસ કોઈ કામ કરશે તો તેઓ તેને બંધ કરી દેશે.

જાણો શું છે સમગ્ર મામલો?

જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા, એક અમેરિકન અખબારે, સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે અમેરિકન સરકારે તેની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકાએ ભારત પર આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે, હજુ સુધી આ રિપોર્ટમાં લાગેલા આરોપોની અમેરિકા દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Canada : ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિર તોડવાની આપી ધમકી!, ભારતીય મૂળના સાંસદે કર્યું કંઈક આવું…

આ પણ વાંચો - World News : ચીનમાં ‘રહસ્યમય રોગ’ બાદ કેન્દ્રએ લીધા આ પગલાં, હોસ્પિટલની તૈયારીઓ અંગે રાજ્યોને આપી મહત્વની સલાહ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.