Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal Earthquake: હિમાચલની ધરા ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી, લોકો ઘરની બહાર દોડી ગયા

Himachal Earthquake: દેશ-વિદેશમાં અત્યારે ભૂકંપ આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ચંબા, હમીરપુર અને કુલ્લુ સહિતા આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંટકા અનુભવાયા છે. નોંધનીય છે કે, કેટલાક વિસ્તારોમાં બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા એેટલે...
himachal earthquake  હિમાચલની ધરા ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી  લોકો ઘરની બહાર દોડી ગયા

Himachal Earthquake: દેશ-વિદેશમાં અત્યારે ભૂકંપ આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ચંબા, હમીરપુર અને કુલ્લુ સહિતા આસપાસના વિસ્તારમાં ભૂકંપના આંટકા અનુભવાયા છે. નોંધનીય છે કે, કેટલાક વિસ્તારોમાં બે વખત જોરદાર આંચકા અનુભવાયા હતા. હાલ કોઈ નુકસાનના સમાચાર સામે નથી આવ્યા એેટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 હતી. લોકોમાં ભયનો માહોલ છે. લોકોના જણાવ્યા અનુસાર આ આંચકા રાત્રે 9.33 કલાકે અને પછી 9.36 કલાકે અનુભવાયા હતા. ચંદીગઢમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે.

Advertisement

ભૂકંપના કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા

આ બાબતે વધુ વિગતે વાત કરવામાં આવે તો, રાત્રે 9 વાગ્યાની આસપાસ ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતાં. નોંધનીય છે કે, ભૂકંપના કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતાં. હિમાચલમાં સતત ભૂકંપ આવતા રહે છે. હિમાચલના શિમલા, મંડી અને ચંબા ભૂકંપ સંવેદનશીલ ઝોન 4 અને 5 માં આવે છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ ભૂકંપ ચંબામાં આવે છે. માહિતી અનુસાર, 120 વર્ષ પહેલા આ દિવસે 1905માં 4 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન કાંગડાનો નાશ થયો હતો.

Advertisement

વિશ્વભરના દેશોમાં ભૂકંપના આચંકા વધી રહ્યાં છે

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યારે ભૂકંપના આંચકા ખુબ જ આવી રહ્યાં છે. આમ તો હમણાં તાઈવાનમાં પણ 7.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં ઘણા લોકો પ્રભાવિત પણ થયા હતાં. એટલું જ નહીં પરંતુ આ ભૂકંપના કારણે જાપાનમાં ત્સુનામીની આગાહી કરવામાં આવી હતીં. જે રીતે ભૂંકપની વીડિયો સામે આવ્યા હતાં તેને જોતા તો તાઈવાનની હાલત ખુબ ખરાબ જોવા મળી હતીં. વીડિયો સામે આવ્યા છે તેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાતી હતી. ઘણા મકાનો અને ઇમારતો પત્તાની જેમ ઢળી પડ્યા હતાં. તાઈવાનમાં ભૂકંપના કારણે મોટાપાયે વિનાશ થયો છે. આ પછી દેશભરમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Uttar Pradesh: અજબ પ્રેમ કી ગજબ કહાણી! પ્રેમી સાથે રહેવા ત્રણ બાળકોની માતા લાઈટના થાંભલે ચડી

આ પણ વાંચો: KARNATAKA: 20 કલાકની મહેનત રહી સફળ, બોરવેલમાં પડેલા માસૂમ બાળકનો બચાવ

આ પણ વાંચો: Agni Missile : બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ, રક્ષા મંત્રીએ અભિનંદન પાઠવ્યા…

Advertisement
Tags :
Advertisement

.