Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aamirના પુત્રની ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

Maharaj : બોલિવૂડ સ્ટાર આમિરખાનના પુત્રની ફિલ્મ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. આમિરખાનના પુત્ર જનૈદખાનને ડેબ્યુ ફિલ્મ મહારાજ ( Maharaj) આજે ઓટીટી ફ્લેટફોર્મ પર રિલીઝ નહી થઇ શકે. ગુજરાત હાઇકોર્ટે આ ફિલ્મ રિલીઝ કરવા સામે મનાઇ હુકમ આપ્યો છે....
aamirના પુત્રની ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

Maharaj : બોલિવૂડ સ્ટાર આમિરખાનના પુત્રની ફિલ્મ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. આમિરખાનના પુત્ર જનૈદખાનને ડેબ્યુ ફિલ્મ મહારાજ ( Maharaj) આજે ઓટીટી ફ્લેટફોર્મ પર રિલીઝ નહી થઇ શકે. ગુજરાત હાઇકોર્ટે આ ફિલ્મ રિલીઝ કરવા સામે મનાઇ હુકમ આપ્યો છે.

Advertisement

ગુજરાત હાઇકોર્ટે આ વિવાદાસ્પદ ફિલ્મ સામે મનાઇ હુકમ આપ્યો

આમિરખાનનો પુત્ર જુનૈદખાન મહારાજ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે, પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ ફિલ્મ આજે રિલીઝ નહી થઇ શકે કારણ કે ગુજરાત હાઇકોર્ટે આ વિવાદાસ્પદ ફિલ્મ સામે મનાઇ હુકમ આપ્યો છે. ફિલ્મ દ્વારા વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાતી હોવાનું જણાવીને આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં થયેલી આ અરજીમાં મૂવીમાં થયેલી ટિપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાવાનો ઉલ્લેખ કરાયો છે. હાઇકોર્ટે વચગાળાનો મનાઈહુકમ ફરમાવાતા ફિલ્મ પર હવે રોક લાગી છે.

ફિલ્મ પર સ્ટે ફરમાવી દેવા દાદ

પુષ્ટીમાર્ગીય સંપ્રદાયના ભકતો વતી ગાંધી લો એસોસિએટસ તરફથી ફિલ્મ પર સ્ટે ફરમાવી દેવા દાદ માગી છે. બોલીવૂડના અભિનેતા આમિરખાનના પુત્ર જુનેદ ખાનની પ્રથમ ફિલ્મ છે. પરતું વૈષ્ણવોમાં ઉશ્કેરાટ ફેલાય તેવા પ્રકારની સ્ટોરી બનાવવામાં આવી છે. જેવી રજૂઆતો કરાઇ છે. ઉલ્લેખનિય છે કે અગાઉ આમિરની જ ફિલ્મ ફના પર પણ પ્રતિબંધ લાગ્યો હતો . ઉપરાંત આમિરખાનની ફિલ્મ પીકે પણ વિવાદમાં આવી હતી.

Advertisement

મહારાજ બદનક્ષી કેસ 1862 પર આધારિત ફિલ્મ

પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨ પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ-પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. મહારાજ બદનક્ષીનો કેસમાં 1862માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભકિતગીતો-સ્તોત્રો વિરૃધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઇ છે. જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.

આ પણ વાંચો---- Border 2 : 27 વર્ષ બાદ સની દેઓલ ફરી સૈનિક બની ગર્જના કરશે, Border 2 નો પ્રથમ Video આવ્યો સામે

Advertisement

Tags :
Advertisement

.