Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ કોહલીની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સૌથી મોટી લડાઈ સોમવારે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જોવા મળી હતી. જણાવી દઇએ કે, લખનૌ સુપર જાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એકબીજા સાથે લડતા જોવા મળ્યા...
ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ કોહલીની સામે આવી પહેલી પ્રતિક્રિયા  જાણો શું કહ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સૌથી મોટી લડાઈ સોમવારે ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે જોવા મળી હતી. જણાવી દઇએ કે, લખનૌ સુપર જાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એકબીજા સાથે લડતા જોવા મળ્યા ત્યારે મેદાનમાં આ બે ભારતીય દિગ્ગજના ઝઘડાને જોઇ વિદેશી ખેલાડીઓ પણ ચોંકી ગયા હતા. આ મામલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. બોર્ડે IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સજાની પણ જાહેરાત કરી છે. હવે મેદાન પર આ બોલાચાલી બાદ વિરાટ કોહલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

ઝઘડા બાદ પહેલીવાર આવી વિરાટની પ્રતિક્રિયા

વિરાટ કોહલીએ તેની ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને RCB ના વીડિયોમાં કંઈક કહ્યું, જેના દ્વારા તેણે ઈશારામાં એકવાર ફરી ગંભીર પર હુમલો કર્યો છે. વિરાટ કોહલીએ RCB દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કહ્યું કે, જો તમે કંઇક બોલશો તો તમારે પણ સાંભળવું પડશે. જોકે વિરાટે અંગ્રેજીમાં કહ્યું, તેનો અર્થ એક જ થાય છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિરાટે એક પોસ્ટર શેર કર્યું જેમાં મેસેજ લખવામાં આવ્યો હતો કે આપણે જે પણ સાંભળીએ છીએ તે માત્ર વિચારો છે હકીકત નથી. આપણે જે જોઈએ છીએ તે આપણો દ્રષ્ટિકોણ છે, પરંતુ સત્ય કંઈક બીજું છે. આ બંને પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ છે કે વિરાટે ગઈ રાતની ઘટના પર જ પોતાનું સ્ટેન્ડ રાખ્યું છે અને તેના વિરોધીઓ પર ઈશારાથી હુમલો કર્યો છે.

Advertisement

મેચ બાદ થઇ ગંભીર લડાઈ
લખનૌની બેટિંગ સમયે મોહમ્મદ સિરાજ ઇનિંગની 17મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે વિવાદ શરૂ થયો હતો. આ ઓવરમાં સિરાજ અને નવીન વચ્ચે ઝઘડો થયો હતો. ઓવર પૂરી થયા બાદ વિરાટ કોહલી પણ આ મામલે કૂદી પડ્યો હતો. વિરાટ અને નવીન વચ્ચેની આ દલીલ મેચના અંત સુધી ચાલી હતી. બધા ખેલાડીઓ હાથ મિલાવતા હતા ત્યારે પણ જ્યારે વિરાટ અને નવીન સામસામે આવ્યા ત્યારે બંને વચ્ચે થોડી વાતચીત થઈ હતી. આ પછી નવીને વિરાટની સાથે હાથ મિલાવ્યો અને ત્યાંથી મામલો વધી ગયો. આ દરમિયાન ગૌતમ ગંભીર અમ્પાયર સાથે ગુસ્સામાં વાત કરતો જોવા મળ્યો હતો. તે પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે એવો હંગામો શરૂ થયો કે મેદાનનો નજારો ગેંગ વોર જેવો દેખાવા લાગ્યો.

Advertisement

LSG vs RCB ની મેચ રહી લો સ્કોરિંગ

આ લો સ્કોરિંગ મુકાબલામાં RCB એ લખનૌ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું. પહેલા રમતા RCB એ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની આખી ટીમ 19.5 ઓવરમાં 108 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સિઝનમાં લખનૌની આ ચોથી હાર હતી, જ્યારે RCB ને પાંચમી જીત મળી હતી. આ જીત બાદ લખનૌ પોઈન્ટ ટેબલમાં બીજાથી ત્રીજા સ્થાને સરકી ગયું છે, જ્યારે RCB છઠ્ઠાથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. લખનૌ અને બેંગ્લોર હવે મેચ અને પોઈન્ટની દ્રષ્ટિએ સમાન છે પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સનો નેટ રનરેટ વધુ સારો છે.

આ પણ વાંચો - મેદાનમાં વિરાટ અને ગૌતમની ગંભીર બબાલથી BCCI નારાજ, ફટકારી આ મોટી સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.