ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

અયોધ્યાના રામ મંદિર એરપોર્ટની પ્રથમ તસવીરો આવી સામે

રામ મંદિર પહેલા તૈયાર અયોધ્યા એરપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ લગભગ 250 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટની ડિઝાઈન રામ મંદિર વાસ્તુકલાની નાગર શૈલીથી નિર્દેશક છે. રામાયણ સેક્ટર નક્કાશીદાર ખંડ અને કલાકૃતિઓ સાથે બે મંજીલા...
12:00 AM Dec 12, 2023 IST | Aviraj Bagda
featuredImage featuredImage

રામ મંદિર પહેલા તૈયાર અયોધ્યા એરપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ લગભગ 250 કરોડ રૂપિયાની કિંમતે તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટની ડિઝાઈન રામ મંદિર વાસ્તુકલાની નાગર શૈલીથી નિર્દેશક છે. રામાયણ સેક્ટર નક્કાશીદાર ખંડ અને કલાકૃતિઓ સાથે બે મંજીલા એરપોર્ટ અયોધ્યામાં આવનારા લોકોનું સ્વાગત કરવા માટે તૈયાર કરાશે.

અયોધ્યા એરપોર્ટને પુરૂષોત્તમ શ્રીરામ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે. અહીં એરપોર્ટની ક્ષમતા 750 થી વધુ લોકો માટેની છે અને દર કલાકે 4 ફ્લાઈટનું આગમન થશે.

ઉત્તર પ્રદેશના પ્રધાન યોગી આદિત્યનાથને થોડા દિવસ પહેલા એરપોર્ટની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે અયોધ્યા "नए भारत के प्रतीक" તરીકે ઉભરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ''શુરુઆતમાં અયોધ્યામાં 178 એકડમાં ફેલાયેલી એક સામાન્ય પટ્ટી હતી, જો કે હવે તે એક મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઇમથક તરીકે વિકસિત થઈ રહ્યું છે.''

તે ઉપરાંત તેમણે 8 ડિસેમ્બરે કહ્યું હતું કે આ મહિનાના અંત સુધી એરપોર્ટ બનીને તૈયાર થઈ જશે અને પીએમ મોદી એરપોર્ટનું ઓપનિંગ કરશે.
રામ મંદિર નિર્માણથી અયોધ્યામાં પ્રવાસીઓમાં વધારો થવાની આશા છે. આગામી વર્ષ 22 જાન્યુઆરીએ પીએમ મોદી રામ મંદિરનો પ્રારંભ કરશે.

આ પણ વાંચો:

Tags :
AyodhyaCMYogiRammandir