Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ધારાસભ્યોને બતાવવાશે આ ફિલ્મ, PM મોદીએ પણ કર્યા હતા વખાણ

ARTICLE 370 FILM : આદિત્ય જાંભલેની ફિલ્મ ARTICLE 370 ને હવે ગુજરાતના ધારાસભ્યોને તેમના પરિવાર સાથે બતાવવામાં આવશે. આ ધારાસભ્ઘયોને ગાંધીનગર ખાતે આ ફિલ્મ બતાવવામાં આવનાર છે. ફિલ્મ ARTICLE 370 કાશ્મીરના વિવાદિત કલમ 370 ને કેવી હટાવવામાં આવી તેના વિષે વાત...
ગુજરાતના ધારાસભ્યોને બતાવવાશે આ ફિલ્મ  pm મોદીએ પણ કર્યા હતા વખાણ

ARTICLE 370 FILM : આદિત્ય જાંભલેની ફિલ્મ ARTICLE 370 ને હવે ગુજરાતના ધારાસભ્યોને તેમના પરિવાર સાથે બતાવવામાં આવશે. આ ધારાસભ્ઘયોને ગાંધીનગર ખાતે આ ફિલ્મ બતાવવામાં આવનાર છે. ફિલ્મ ARTICLE 370 કાશ્મીરના વિવાદિત કલમ 370 ને કેવી હટાવવામાં આવી તેના વિષે વાત કરે છે. આ ફિલ્મમમાં મુખ્ય ભૂમિકામાં યામિ ગૌતામ જોવા મળી રહી છે.

Advertisement

ઘણી વખત ઘણી ફિલ્મો સત્ય ઘટનાને એવી રીતે રૂપેરી પડદા ઉપર ઉતારતી હોય છે કે તેની ઊંડી છાપ સમાજ ઉપર છોડી જાય છે. આવી ફિલ્મો સમાજમાં મૂલ્યો, આદર્શોનું રોપણ કરીને લોકોને સત્યથી રૂબરૂ કરાવતી હોય છે. આપણા રાજનૈતિક અને સાંસ્કૃતિક ઇતિહાસને વાચા આપતી ઘણી ફિલ્મો અત્યાર સુધી આપણે જોઈ છે. જે ફિલ્મ જોયા બાદ આપણને ગર્વનો અનુભવ થતો હોય છે. ત્યારે હાલમાં તાજેતરમાં જ એક એવી ફિલ્મ આવી છે. જે આપણા દેશના એક અગત્યના કિસ્સાને દર્શાવે છે, ફિલ્મનું નામ છે 'ARTCILE 370'. ARTCILE 370 માં સત્યા ઘટનાઓ અંગે એ રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે કે આપણા પ્રધાનમંત્રીએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી.

ફિલ્મ ARTCILE 370 ને દરેક ધારાસભ્યને બતાવવામાં આવશે

ધારાસભ્યોને બતાવાશે ARTICLE 370

ધારાસભ્યોને બતાવાશે ARTICLE 370

Advertisement

હવે આ ફિલ્મને લઈને કે મોટી વિગત સામે આવી રહી છે. આ ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે ત્યારે હવે આ ફિલ્મ ગુજરાતના નેતાઓને બતાવવામાં આવશે. હા ફિલ્મ ARTCILE 370 ને ધારાસભ્યોને બતાવવામાં આવશે. ગાંધીનગર ખાતે આ ARTCILE 370 ફિલ્મને સિનેમાઘરોમાં ધારાસભ્યોને અને તેમના પરિવારને બતાવવામાં આવનાર છે.

PM મોદીએ પણ કર્યા હતા ફિલ્મના વખાણ 

વડાપ્રધાન મોદીએ પણ તેમના જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ફિલ્મ આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકોને ફિલ્મ Article 370  થી સાચી માહિતી મળશે. તેમણે કહ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપને 370 અને એનડીએ ગઠબંધનને 400 પાર કરશે.  મંગળવારે જમ્મુની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે આ અઠવાડિયે 370 નામની ફિલ્મ રિલીઝ થવાની છે. સાચી માહિતી લોકોને ઉપયોગી થશે તે સારું છે.

Advertisement

5 દિવસમાં ફિલ્મની કમાણી 29.45 કરોડ થઇ

'આર્ટિકલ 370' એ પહેલા દિવસે 6 કરોડ રૂપિયા, બીજા દિવસે 9.50 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 9.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ પ્રારંભિક ડેટા અનુસાર, ફિલ્મને સોમવારના રોજ માત્ર 3.25 કરોડ જ કમાયા હતા. મંગળવારે ફિલ્મે 3.3 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી હવે 29.45 કરોડ થઇ ગઈ છે.

કલમ 370 ના ખૂબ જ વિવાદાસ્પદ રદ્દીકરણ વિશે વાત કરતી આ ફિલ્મ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા આદિત્ય જાંભલેએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 ના ખૂબ જ વિવાદાસ્પદ રદ્દીકરણ વિશે વાત કરતી ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં છે. તે એક ઇન્ટેલિજન્સ એજન્ટ ઝૂની હક્સરની ભૂમિકા ભજવે છે. વધુમાં આ ફિલ્મમાં પ્રિયમણી, દિવ્યા શેઠ શાહ, વૈભવ તટવાવાડી, અરુણ ગોવિલ, કિરણ કરમરકર અને રાજ ઝુત્શી પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો -- અભિનેત્રી જયા પ્રદાને પોલીસે ‘ફરાર’ જાહેર કરી, આપ્યા ધરપકડના આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.