Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારી દીકરીના હત્યારાને કડક સજા આપો...સગીરાના માતા-પિતાની માગ

રવિવારે મોડી રાત્રે દિલ્હીમાં શાહબાદ ડેરી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 16 વર્ષની છોકરીની સાહિલ નામના યુવક દ્વારા જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાહિલે જાહેરમાં પહેલા યુવતીને છરી વડે ઘા ઝીંક્યા હતા અને પછી મોટા પથ્થરથી તેનું માથું કચડી...
મારી દીકરીના હત્યારાને કડક સજા આપો   સગીરાના માતા પિતાની માગ
રવિવારે મોડી રાત્રે દિલ્હીમાં શાહબાદ ડેરી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 16 વર્ષની છોકરીની સાહિલ નામના યુવક દ્વારા જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાહિલે જાહેરમાં પહેલા યુવતીને છરી વડે ઘા ઝીંક્યા હતા અને પછી મોટા પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું.  આ ઘાતકી હત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પ્રેમમાં મોહની હદ વટાવ્યા બાદ યુવકે નારાજગીમાં આ હત્યા કરી હશે. બીજી તરફ સગીરાના માતા પિતાએ સાહિલને કડક સજા આપવાની માગ કરી છે.
સગીરાની ખોપરી ફાટી ગઈ હતી - પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
દિલ્હીની શાહબાદ ડેરી હત્યાકાંડમાં 16 વર્ષની આ સગીર છોકરીને 16 વખત છરીના ઘા મારવામાં આવ્યા હતા, તેની ખોપરીમાં ભારે વસ્તુથી હુમલો કર્યા બાદ ફ્રેક્ચર થઈ ગયું હતું તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણ દર્શાવે છે. પોલીસ વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Advertisement

છોકરીના માતા-પિતાએ કહ્યું- તેને કડક સજા કરો
16 વર્ષની સગીર છોકરીના પિતાનું કહેવું છે કે "મારી દીકરીને ઘણી વાર માર મારવામાં આવ્યો હતો, તેનું માથું પણ ફોડી નાખવામાં આવ્યું હતું. અમે આરોપીને કડક સજાની માંગ કરીએ છીએ. મારી દીકરીની હાલત ખૂબ જ ખરાબ હતી. મને તેના વિશે કંઈ ખબર નહોતી. તેમની વચ્ચે શું હતું? મને ગઈ કાલે પૂછપરછમાં ખબર પડી. મારી દીકરી સારા સ્વભાવની હતી.  મારી માંગ છે કે તેને સખતમાં સખત સજા થવી જોઈએ કારણ કે તેણે મારી દીકરીની હત્યા કરી છે જેથી ફરી કોઈ આવું ન કરે.

સાહિલને ક્યારેય જોયો નથી
16 વર્ષીય સગીર મૃતકની માતાએ કહ્યું, સાહિલને ક્યારેય જોયો નથી. અમે અમારી પુત્રી માટે ન્યાય માંગીએ છીએ. માતાએ કહ્યું કે મારા ઘરે એક છોકરી આ સમાચાર આપવા આવી હતી. મને તેની વાત સાચી લાગી ન હતી. મેં બહાર જઈને જોયું તો લોકોની ભીડ હતી. ત્યાં સુધીમાં પોલીસ ત્યાં આવી અને મને પાછી લઈ ગઈ. બાદમાં મેં મારા પતિને કહ્યું હતું.  મેં હજી દીકરીને જોઈ નથી.
સાહિલે તેનો ધર્મ છુપાવીને સગીર સાથે મિત્રતા કરી
જોકે, આ ઘટનાને લઈને અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહિલે તેનો ધર્મ છુપાવીને સગીર સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે ઘણા સમયથી મિત્રતા હતી.
કોઈની સાથે ઝઘડો કર્યો નથી - પાડોશીએ કહ્યું
પ્રહલાદપુરની જૈન કોલોની બરવાળામાં રહેતા આરોપી સાહિલના મકાન માલિક રામફૂલે જણાવ્યું કે સાહિલ છેલ્લા બે વર્ષથી તેની ત્રણ બહેનો અને માતા-પિતા સાથે અહીં રહે છે. તેના પિતાનું નામ સરફરાઝ છે. તેણે અહીં વિસ્તારમાં ક્યારેય કોઈ સાથે ઝઘડો કર્યો નથી. આજે સવારે જ્યારે મેં આ ઘટનાનો વીડિયો જોયો ત્યારે હું ચોંકી ગયો હતો.
NCPCRએ મામલાની નોંધ લીધી 
  એનસીપીસીઆરના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ કહ્યું કે અમે આ મામલાની જાણકારી લીધી છે અને દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને સમગ્ર ઘટનાની વિગતો માંગી છે. આ રીતે યુવતીઓનું શારીરિક શોષણ કરવું અથવા પ્રેમની જાળમાં ફસાવીને તેમનો જીવ લેવો એ યોગ્ય નથી. આવી ઘણી ઘટનાઓમાં આપણે જોયું છે કે છોકરીઓને ફસાવીને તેમનું શારીરિક શોષણ એક યોજના હેઠળ કરવામાં આવે છે. તેની પાછળ બહારની શક્તિઓ છે.
સમાજની વિચારસરણીમાં ઘણી ઉણપ
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે એક અભણ વ્યક્તિ પણ એટલો ક્રૂર ન હોઈ શકે કે જે કોઈને આટલી નિર્દયતાથી મારી નાખે. સમાજની વિચારસરણીમાં ઘણી ઉણપ છે, તેના પર કામ કરવાની જરૂર છે. તે જે રીતે સામાજિક વાતાવરણમાં ઉછર્યો હતો, તે જ રીતે તેની વિચારસરણી પણ હતી. આજના સમાજની સ્થિતિ વિચારપ્રેરક છે, પરિવારોએ વિચારવું જોઈએ કે તેમના છોકરાઓને કેવી રીતે ઉછેરવા જેથી તેઓ કોઈની હત્યા ન કરે.
Advertisement
Tags :
Advertisement

.