Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Emergency ફિલ્મનો વિવાદનો આવ્યો અંત સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર Emergency:કંગના રનૌત(Kangna Ranaut)ની ફિલ્મ 'Emergency તેની રિલીઝને લઈને છેલ્લા ઘણા અઠવાડિયાથી હેડલાઇન્સમાં છે. કંગના રનૌતની આ ફિલ્મ સેન્સર બોર્ડમાં ફસાઈ ગઈ...
emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ
  • Emergency ફિલ્મનો વિવાદનો આવ્યો અંત
  • સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપી
  • હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર

Emergency:કંગના રનૌત(Kangna Ranaut)ની ફિલ્મ 'Emergency તેની રિલીઝને લઈને છેલ્લા ઘણા અઠવાડિયાથી હેડલાઇન્સમાં છે. કંગના રનૌતની આ ફિલ્મ સેન્સર બોર્ડમાં ફસાઈ ગઈ હતી. સેન્સ બોર્ડે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સેન્સર બોર્ડે ગુરુવારે આ ફિલ્મને લીલી ઝંડી આપી દીધી છે. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ટૂંક સમયમાં આ અંગેની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

Advertisement

કંગનાએ આ માહિતી પોસ્ટ કરી

તમને જણાવી દઈએ કે કંગના રનૌતે (Kangna Ranaut)પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. કંગનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સેન્સર બોર્ડે અમારી ફિલ્મને પાસ કરી દીધી છે. હવે ટૂંક સમયમાં આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમે ટૂંક સમયમાં તેની રિલીઝ તારીખ પણ તમારી સાથે શેર કરીશું. અમને ટેકો આપવા બદલ દરેકનો આભાર. કંગનાની આ પોસ્ટ પછી હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. મેકર્સ ટૂંક સમયમાં તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવાના છે.

Advertisement

આ પણ  વાંચો -બે પત્નીઓનો પતિ મોતના મુખમાંથી હેમખેમ બહાર આવ્યો, જુઓ વીડિયો

શું હતો વિવાદ

તમને જણાવી દઈએ કે કંગના રનૌત અભિનીત આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત આ ફિલ્મનો વિરોધ થયો હતો. ઘણા શીખ સમુદાયોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ઉપરાંત, હરિયાણાની ચૂંટણી પહેલા આ ફિલ્મની રિલીઝ પર ઘણા જોખમો તોળાઈ રહ્યા હતા. આ તમામ વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી આ ફિલ્મ લાંબા સમય સુધી સેન્સર બોર્ડમાં અટવાયેલી રહી. હવે આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને તે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.

Advertisement

Tags :
Advertisement

.