Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપોરજોયની અસર શરુ, દરિયામાં ભારે કરંટ અને કાંઠા વિસ્તારોમાં વરસાદ....

ગુજરાતમાં 'બિપરજોય' વાવાઝોડાનું સંકટ છવાયું છે. પોરબંદરથી વાવાઝોડુ 290 કિમી દુર છે અને હવે તેની અસર વરતાવાની શરુઆત થઇ ગઇ છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ શરુ થઇ ગયો છે અને તેજ પવન પણ ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ભારે...
બિપોરજોયની અસર શરુ  દરિયામાં ભારે કરંટ અને કાંઠા વિસ્તારોમાં વરસાદ
ગુજરાતમાં 'બિપરજોય' વાવાઝોડાનું સંકટ છવાયું છે. પોરબંદરથી વાવાઝોડુ 290 કિમી દુર છે અને હવે તેની અસર વરતાવાની શરુઆત થઇ ગઇ છે. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ શરુ થઇ ગયો છે અને તેજ પવન પણ ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.
ઠેર ઠેર ભારે વરસાદ
ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી  વરસાદ શરુ થયો છે. ગઢાળા, ખાખીજાળીયા,કેરાળા વાડલા ગામમાં વરસાદ પડી રહ્યો છે.  ઉપલેટામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.  સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે . દરિયામાં 25 થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. વાવાઝોડાની અસરના કારણે  દ્વારકાને દેશથી જોડતી 16 ટ્રેન આંશિક રદ કરાઈ છે જ્યારે  કોસ્ટલ એરિયાને જોડતા 26 એસટી રૂટ સ્થગિત કરાયા છે. ઠેર ઠેર  વિવિધ સંસ્થાઓમાં શેલ્ટર હોમ તૈયાર કરાયા છે.

Advertisement

દરિયામાં ભારે કરંટ 
સોમનાથના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો થયો છે અને  સોમનાથથી વેરાવળ બંદર સુધીનો ભાગ ખાલી કરાયો છે. ગઈકાલે સોમનાથમાં 7 ઈચ વરસાદ વરસ્યો હતો  સોમનાથમાં ગઈકાલે સાંજે 7 વાગ્યાથી વીજળી ગુલ થઇ ગઇ હતી જેથી  UGVCLના કર્મચારીઓ રાતભર કામકાજમાં જોડાયા હતા. બીજી તરફ ભારે પવનના કારણે કોડીનારના માઢવાડમાં 6 મકાન ધરાશાયી થયા છે. સૂત્રાપાડા બંદર નજીક દરિયામાં પાણી ઘરોમાં ઘુસ્યા છે.  નીચાણવાળા વિસ્તારમાં અધિકારી-NDRF સ્ટેન્ડ બાય છે.

પોરબંદર દરિયાકાંઠે પણ ભારે પવન
પોરબંદર દરિયાકાંઠે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે  પશ્ચિમ રેલ્વે દ્વારા 44 ટ્રેનો રદ કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં પણ કંઇક આવો જ માહોલ છે અને ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.  દ્વારકા જિલ્લામાં મેડિકલની 9 ટીમ તૈનાત કરાઇ છે.  દ્વારકામાં 149 પ્રસૂતાઓનું સ્થળાંતર કરાયું છે અને  60 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવાઈ

Advertisement

વન વિભાગ એલર્ટ
બિપોરજોય વાવાઝોડાને પગલે વન વિભાગ એલર્ટ છે અને ગીરના જંગલમાં  સિંહોના વસવાટવાળા વિસ્તારમાં 500 વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમરેલી,રાજુલા,તુલસીશ્યામમાં વન વિભાગની નજર છે.
દમણના દરિયામાં પણ કરંટ
આ તરફ દક્ષિણ ગુજરાતમાં દમણના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને તેથી લોકોને દરિયાકિનારે ન જવા સૂચના અપાઇ છે. દમણ દરિયા કિનારે પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે અને દરિયા નજીકના ગામોને એલર્ટ કરાયા છે.  કચ્છના માંડવી બીચ પર પણ પવનની ગતિમાં વધારોથયો છે અને વહેલી સવારથી જ માંડવીનો દરિયો તોફાની બન્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
Tags :
Advertisement

.