Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir: આજે વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર 370 કલમ હટાવ્યા બાદ પહેલીવાર યોજાશે ચૂંટણી ચૂંટણી પંચ આજે બપોર પ્રેસ કોન્ફરન્સ યોજશે બપોરે 3 વાગ્યે યોજશે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ થઈ શકે છે...
jammu and kashmir  આજે વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
  • જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર
  • 370 કલમ હટાવ્યા બાદ પહેલીવાર યોજાશે ચૂંટણી
  • ચૂંટણી પંચ આજે બપોર પ્રેસ કોન્ફરન્સ યોજશે
  • બપોરે 3 વાગ્યે યોજશે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ
  • હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ થઈ શકે છે જાહેર

Jammu and Kashmir : 370 કલમ હટાવ્યા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોનું એલાન કરશે. જમ્મુ કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઇ શકે છે. એવુ મનાઇ રહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ શકે છે.

Advertisement

Advertisement

તાજેતરમાં ચૂંટણીની પંચની ટીમે તાજેતરમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ચૂંટણીની પંચની ટીમે તાજેતરમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. 370ની કલમ હટાવ્યા બાદ રાજ્યમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે જેથી તેનું મહત્વ અનેકગણું વધી ગયું છે.

જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું

2019માં કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી ત્યાંના રાજકીય પક્ષો સતત રાજ્યનો દરજ્જો પરત કરવાની માંગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા વારંવાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી થશે અને પછી જ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત થશે.

Advertisement

ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે

ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન થઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાના માર્ગમાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થા છે. તાજેતરના દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં અચાનક થયેલા વધારાથી વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. તેની અસર ચૂંટણી કાર્યક્રમ પર પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો----Kolkata Murder Case : મમતા બેનર્જી સરકાર પર સંકટના વાદળો! શું એકહથ્થુ શાસનનો આવશે અંત?

Tags :
Advertisement

.