Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસ નેતાએ ગળામાં ડુંગળીની માળા પહેરીને કર્યો વિરોધ, ચૂંટણીનો બનાવ્યો મુદ્દો

દેશમાં દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા લોકોને ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે ડુંગળીના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા ટામેટાનો ભાવ એટલો વધી ગયો હતો કે એક...
કોંગ્રેસ નેતાએ ગળામાં ડુંગળીની માળા પહેરીને કર્યો વિરોધ  ચૂંટણીનો બનાવ્યો મુદ્દો

દેશમાં દિવસેને દિવસે મોંઘવારીમાં વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા લોકોને ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ત્યારે હવે ડુંગળીના ભાવમાં વધારો થતા સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા ટામેટાનો ભાવ એટલો વધી ગયો હતો કે એક સામાન્ય નાગરિક આ શાકભાજીને જોવામાં પણ અચકાતો હતો, તો તેને ખરીદવાની વાત તો બહુ દૂરની જ રહી. હવે તેની જગ્યા ડુંગળીએ લઇ લીધી છે જેને લઈને પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવ એટલા વધી ગયા છે કે આ મોંઘવારીની અસર હવે વિધાનસભાની ચૂંટણી પર જોવા મળી રહી છે.

Advertisement

ગળામાં ડુંગળીની માળા સાથે ચૂંટણીની તૈયારી

ડુંગળીના વધતા ભાવ જનતાને લોહીના આંસુ રોવડાવી રહ્યા છે. જ્યારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે જનતા સરકારને ઉથલાવી દેવા તૈયાર રહે છે. જ્યારે નાણામંત્રીને પૂછવામાં આવ્યું કે જો ડુંગળી મોંઘી થઈ રહી છે તો શું કરવું જોઈએ, તો તેમણે કહ્યું કે હું ડુંગળી નથી ખાતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.રાગિની નાયકે ભોપાલમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાગિની નાયક ડુંગળીની માળા પહેરીને પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે આ મામલે ભાજપ પર સતત નિશાન સાધ્યું છે. રાગિની નાયકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે જ્યારે અમે આ ડુંગળીની માળા બનાવી રહ્યા હતા ત્યારે અમે તેને જાણીને અને સમજીને બનાવી રહ્યા હતા કે અમારા રાજ્ય કાર્યાલયનું બજેટ થોડા દિવસો સુધી હચમચી જશે. આજે 80-90 રૂપિયામાં વેચાતી ડુંગળી જનતાને લોહીના આંસુ રડાવી રહી છે. ચોતરફ મોંઘવારીએ બહેન-દીકરીઓનો મજાક બનાવી દીધો છે. ડુંગળીના વધતા જતા ભાવથી સૌથી વધુ મિડલ ક્લાસ ફેમિલી પ્રભાવિત થઇ રહી છે. જેને હવે કોંગ્રેસ ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પૂરો પ્રયાસ કરે તો નવાઈ નથી.

Advertisement

રાગિની નાયકે મોંઘવારી મુદ્દે ભાજપ પર કર્યો શાંબ્દિક પ્રહાર

રાગિની નાયકે મોંઘવારી વિશે વાત કરતા વધુમાં કહ્યું કે, UPA સરકારના સમયમાં LPG સિલિન્ડર 400 રૂપિયામાં અને પેટ્રોલ 70 રૂપિયામાં મળતું હતું. ત્યારે BJP ના સ્મૃતિ ઈરાની ગેસ સિલિન્ડર પર હંગામો મચાવતા હતા. હવે મધ્ય પ્રદેશમાં સિલિન્ડરની કિંમત 1200 રૂપિયા અને પેટ્રોલ 110 રૂપિયા છે, તો હવે કોઈ વિરોધ નથી કરી રહ્યું. જબલપુરથી રેશનની દુકાનોમાં 20 હજાર ક્વિન્ટલ ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘઉં પ્રાણીઓને ખાવા માટે પણ યોગ્ય નથી. એટલા માટે હું કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગત વખતે ભાજપે સ્લોગન આપ્યું હતું - આ વખતે 200થી વધુ પરંતુ આદુ, ધાણા, તેલ જેવી તમામ વસ્તુઓ 200ને પાર કરી ગયા છે. હવે આ વખતે તેઓ કહી રહ્યા છે કે આ વખતે તે 150ને પાર કરશે. લોકો કહી રહ્યા છે કે આ વખતે તેઓ ડુંગળી, પેટ્રોલ અને ડીઝલ 150ને પાર કરશે.

Advertisement

આ પણ વાંચો - છત્તીસગઢમાં ફૂંકાયું ચૂંટણીનું રણશિંગુ, NOTA ને લઇને CM ભૂપેશ બઘેલે આપ્યું મોટું નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.