Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિપક્ષી દળોના ગઠબંધનનું નામ INDIA રખાયુ

બેંગલુરુ(Bengaluru)માં ચાલી રહેલી વિપક્ષી દળો (opposition party)ની બેઠકમાં નવા મોરચાનું નામ  INDIA રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ  વિરોધ પક્ષોએ તેમના મોરચાનું નામ 'ભારત' એટલે કે ભારતીય રાષ્ટ્રીય લોકતાંત્રિક સમાવેશી ગઠબંધન રાખ્યું છે. અત્યાર સુધી વિપક્ષી દળોના મોરચાનું નામ UPA...
વિપક્ષી દળોના ગઠબંધનનું નામ india રખાયુ
બેંગલુરુ(Bengaluru)માં ચાલી રહેલી વિપક્ષી દળો (opposition party)ની બેઠકમાં નવા મોરચાનું નામ  INDIA રાખવામાં આવ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ  વિરોધ પક્ષોએ તેમના મોરચાનું નામ 'ભારત' એટલે કે ભારતીય રાષ્ટ્રીય લોકતાંત્રિક સમાવેશી ગઠબંધન રાખ્યું છે. અત્યાર સુધી વિપક્ષી દળોના મોરચાનું નામ UPA હતું પણ બેંગલુરુની બેઠકમાં INDIA નામ રાખવામાં આવ્યું છે, જેનો મતલબ Indian National Democractic  Inclusive Alliance છે. હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં NDA ને INDIA ટક્કર આપશે. આ બેઠકમાં સીટોની ફાળવણી માટેની ફોર્મ્યુલા પર સહમતિ સધાઇ છે.
કોંગ્રેસને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી
વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન ઘણા નેતાઓએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે બેંગલુરુમાં સભાનો હેતુ દેશ, લોકતંત્ર અને બંધારણને બચાવવાનો છે.  દરમિયાન આ સભામાં  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રણનીતિ પર ચર્ચા કરવા માટે 26 વિપક્ષી દળોની બેઠકમાં મંગળવારે કહ્યું કે કોંગ્રેસને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી.

Advertisement

વિરોધ પક્ષોની બે દિવસીય બેઠક
2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે તમામ રાજકીય પક્ષો એકઠા થયા છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફથી તેમના જૂથને મજબૂત બનાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બેંગલુરુમાં 26 વિરોધ પક્ષોની બે દિવસીય બેઠક યોજાઈ રહી છે. ગઈકાલે તમામ પક્ષો અનૌપચારિક વાતાવરણમાં એકબીજાને મળ્યા હતા. સોનિયા ગાંધી, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે જેવા તમામ વિપક્ષી નેતાઓએ આમાં ભાગ લીધો હતો. એનસીપીના વડા શરદ પવાર આજે આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
Tags :
Advertisement

.