Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપે કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ જાહેર કરી, રમણ સિંહ અને વસુંધરા રાજેને આપી મોટી જવાબદારી

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય અનેક દિગ્ગજ નેતાઓ પણ આ યાદીમાં સામેલ છે. અત્રે જણાવવાનું કે 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ...
ભાજપે કેન્દ્રીય પદાધિકારીઓની નવી ટીમ  જાહેર કરી  રમણ સિંહ અને વસુંધરા રાજેને આપી મોટી જવાબદારી

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય અનેક દિગ્ગજ નેતાઓ પણ આ યાદીમાં સામેલ છે. અત્રે જણાવવાનું કે 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરાઈ છે. 13 રાષ્ટ્રીય સાચીવોની પણ નવી નિમણૂક કરવામાં આવી છે. સંજય બંદીને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા તેલંગણાના અધ્યક્ષ હતા. તેમને હટાવીને કિશન રેડ્ડીને તેલંગણાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કેરળના અનિલ એન્ટોનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. તેઓ એ કે એન્ટોનીના પુત્ર છે. રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. આ ઉપરાંત રાધામોહન અગ્રવાલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

આ 13 દિગ્ગજ બન્યા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

  • રમણ સિંહ - છત્તીસગઢ
  • વસુંધરા રાજે - રાજસ્થાન
  • રઘુબર દાસ - ઝારખંડ
  • સૌદાન સિંહ - મધ્યપ્રદેશ
  • બૈજયંત પાંડા - ઓડિશા
  • સરોજ પાંડે - છત્તીસગઢ
  • રેખા વર્મા - ઉત્તર પ્રદેશ
  • ડીકે અરુણ - તેલંગાણા
  • એમ ચૌબા એઓ- નાગાલેન્ડ
  • અબ્દુલ્લા કુટ્ટી - કેરળ
  • લક્ષ્મીકાંત બાજપાઈ - ઉત્તર પ્રદેશ
  • લતા તેનેદી - છત્તીસગઢ
  • તારિક મન્સૂર - ઉત્તર પ્રદેશ

Advertisement

ભાજપના  8  દિગ્ગજ બન્યા રાષ્ટ્રીય મહામંત્રી

  • અરુણ સિંહ - ઉત્તર પ્રદેશ
  • કૈલાશ વિજયવર્ગી - મધ્ય પ્રદેશ
  • દુષ્યંત કુમાર ગૌતમ - દિલ્હી
  • તરુણ ચુગ - પંજાબ
  • વિનોદ તાવડે - મહારાષ્ટ્ર
  • સુનીલ બંસલ - રાજસ્થાન
  • સંજય બાંડી - તેલંગાણા
  • રાધા મોહન અગ્રવાલ - ઉત્તર પ્રદેશ

આ નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી 

પાર્ટીએ 1 રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન), 1 રાષ્ટ્રીય સહ-સંગઠન મહાસચિવ, 13 રાષ્ટ્રીય સચિવ, 1 ખજાનચી અને 1 સહ-ખજાનચીના નામની પણ જાહેરાત કરી છે. ભાજપે બીએલ સંતોષને રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બનાવ્યા છે. શિવપ્રકાશને રાષ્ટ્રીય કો-ઓર્ગેનાઈઝેશનના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ખજાનચી બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, નરેશ બંસલ હવેથી સહ-ખજાનચી તરીકે રહેશે.

આ પણ  વાંચો -ઝારખંડમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવવાથી 4ના મોત, 9ની હાલત ગંભીર

Tags :
Advertisement

.