Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેદાનમાં વિરાટ અને ગૌતમની ગંભીર બબાલથી BCCI નારાજ, ફટકારી આ મોટી સજા

IPL 2023 ની 43મી મેચ સોમવારે LSG અને RCB વચ્ચે રમાઈ, જેમા વિરાટ અને ગૌતમની બબાલે સૌ કોઇનું ધ્યાન ખેચ્યું હતું. જણાવી દઇએ કે, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતા...
મેદાનમાં વિરાટ અને ગૌતમની ગંભીર બબાલથી bcci નારાજ  ફટકારી આ મોટી સજા

IPL 2023 ની 43મી મેચ સોમવારે LSG અને RCB વચ્ચે રમાઈ, જેમા વિરાટ અને ગૌતમની બબાલે સૌ કોઇનું ધ્યાન ખેચ્યું હતું. જણાવી દઇએ કે, લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 126 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌ તરફથી રમતા અફઘાન ફાસ્ટ બોલર નવીન ઉલ હકે આ મેચમાં 4 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે મહિપાલ લોમરોર, કર્ણ શર્મા અને મોહમ્મદ સિરાજને આઉટ કરીને પોતાનો શિકાર બનાવ્યો હતો. વળી આ મેચમાં વિરાટ-ગૌતમની ગંભીર બબાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો, જે બાદ હવે BCCI તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

એકવાર ફરી વિરાટ-ગંભીરની જોવા મળી બબાલ

આ મેચમાં દર્શકોએ કે.એલ.રાહુલના ઈજાગ્રસ્ત થવાથી લઇને કોહલી અને ગંભીરનો ઝઘડો જોયો. વળી સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે, કોહલી અને ગંભીર વચ્ચે ઝઘડાનું કારણ અફઘાન ખેલાડી નવીન-ઉલ-હક છે. IPL 2023 માં છેલ્લા 12 કલાકથી જે ખેલાડીની સૌથી વધુ ચર્ચા આ જ ખેલાડીની થાય છે. તે પહેલીવાર IPLમાં રમી રહ્યો છે. ગઇ કાલે રમાયેલી IPL 2023 ની 43મી મેચ LSG અને RCB વચ્ચે રમાઈ હતી. મેચમાં કઇ ખાસ જોવા જેવું નહોતું, પરંતુ આ મેચ પછી જે બન્યું તેનાથી બધાનું ધ્યાન આ મેચ તરફ ગયું. જોકે, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની દુશ્મની જૂની છે, પરંતુ આ વખતે બંને કેમેરા સામે આમને-સામને આવી ગયા છે. આ વિવાદ અફઘાન ખેલાડી નવીન-ઉલ-હક સાથે શરૂ થયો હતો, જેની મેચ દરમિયાન જ વિરાટ સાથે ઝઘડો થયો હતો. પછી હેન્ડશેક પછી, જમીન પર એવો હંગામો થયો કે જાણે ગેંગ વોર શરૂ થઈ ગઈ હોય. આ ઘટના બાદ BCCI એ આ ત્રણેય ખેલાડીઓને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સજા ફટકારી છે.

Advertisement

BCCIએ ત્રણેય ખેલાડીઓને ફટકારી સજા

Advertisement

આ મામલે કાર્યવાહી કરતા BCCIએ વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર પર 100 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે. આ સિવાય રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હકને સજા આપતા બોર્ડે તેના પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો. આ ઘટના બાદ ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી બંનેએ આચાર સંહિતાની કલમ 2.21ના લેવલ 2નો ગુનો સ્વીકાર્યો હતો. બીજી તરફ, નવીન-ઉલ-હકે કલમ 2.21ના લેવલ 1નો ગુનો સ્વીકાર્યો હતો. આ પછી આ મામલે વધુ સુનાવણીની જરૂર ન રહી. મેચમાં આ ઘટના અંગે મેચ રેફરીએ બોર્ડને ફરિયાદ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવાના સમાચાર સામે આવ્યા હતા.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની બબાલ પર હરફજન સિંહે આપી પ્રતિક્રિયા

વિરાટ અને ગંભીર વચ્ચે થયેલી બબાલ બાદ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી હરફજન સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે પણ થયું તે ક્રિકેટ માટે યોગ્ય નથી. મેં શ્રીસંત સાથે જે કર્યું તેનાથી હું શરમ અનુભવું છું. પછી શું હતું, ચાહકો હરભજન સિંહને તેના સમયની યાદ અપાવવા લાગ્યા. ટીમ ઈન્ડિયાના આ ઓફ સ્પિનરે ઈન્ટરનેશનલ મેચ દરમિયાન પણ વિરોધી ખેલાડીઓ સાથે ઘણી લડાઈઓ કરી છે. હરભજન સિંહનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ડ્રુ સાયમન્ડ્સ અને શોએબ અખ્તર સાથે ઝઘડો થયો છે, જ્યારે IPLમાં તે શ્રીસંત અને અંબાતી રાયડુ સાથે ટકરાયા છે. જણાવી દઇએ કે, IPL 2008માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હરભજન સિંહે કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)ના ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી હતી. આ કૃત્ય માટે હરભજન સિંહને પણ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે વિરાટ અને ગંભીર વચ્ચે જે પણ થયું તે નહોતું થવું જોઈએ.

આ પણ વાંચો - વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર ફરીએકવાર બાખડ્યા, છોડાવવા માટે સાથી ખેલાડીઓએ વચ્ચે પડવું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.