Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

The Kerala Story ની આ અભિનેત્રીને મળી રહી છે ધમકી

'The Kerala Story' માં આસિફાનું નેગેટિવ પાત્ર ભજવનાર સોનિયા બલાની (Sonia Balani) શુક્રવારે આગ્રા પહોંચી હતી.ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલીવાર પોતાના ઘરે પહોંચેલી સોનિયા બલાનીએ કહ્યું હતું કે, તેને તમામ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યા બાદ.,...
11:52 AM May 20, 2023 IST | Hardik Shah

'The Kerala Story' માં આસિફાનું નેગેટિવ પાત્ર ભજવનાર સોનિયા બલાની (Sonia Balani) શુક્રવારે આગ્રા પહોંચી હતી.ફિલ્મ રિલીઝ થયા બાદ પહેલીવાર પોતાના ઘરે પહોંચેલી સોનિયા બલાનીએ કહ્યું હતું કે, તેને તમામ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યા બાદ., પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે. તેમને ધમકીઓ પણ આપી રહ્યા છે. જોકે, હવે તે આવી ધમકીઓથી પરેશાન નથી. બલાની આગ્રાના જયપુર હાઉસમાં પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. અગાઉ સિંધી ધર્મશાળામાં સિંધી સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સતત મળી રહી છે ધમકીઓ

'The Kerala Story' નો સખત વિરોધ થયો હોવા છતા તેની કમાણી દરરોજ વધી રહી છે. ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. આ દરમિયાન ફિલ્મમાં મુસ્લિમ યુવતીનો રોલ કરનાર અભિનેત્રી સોનિયા બલાનીએ મોટો ખુલાસો કર્યો છે. સોનિયા બલાનીએ કહ્યું કે, આ પાત્રને કારણે તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ પાત્રને કારણે અભિનેત્રીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો એક્ટ્રેસને મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેનું કારણ સોનિયા બલાનીએ ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં નેગેટિવ રોલ કર્યો છે. અભિનેત્રીએ એક મુસ્લિમ છોકરીની ભૂમિકા ભજવી હતી જે તમામ હિંદુ છોકરીઓને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે બ્રેઈનવોશ કરે છે. હવે અભિનેત્રીએ પોતે કહ્યું કે આના કારણે લોકો ખૂબ જ અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

કેટલાક લોકો ગુસ્સે છે, નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે

'ધ કેરલા સ્ટોરી' ની આસિફા કહે છે કે, હવે લોકો ફિલ્મમાં સ્ટારકાસ્ટને જોઈને સિનેમા હોલમાં આવતા નથી. લોકોને ફિલ્મની વાર્તાથી પ્રેરણા મળવી જોઈએ, તો જ લોકો ફિલ્મ જોવા માટે સિનેમા હોલમાં આવે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ હજારો લોકો તેના અભિનયના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જેઓ તેને નેગેટિવ કોમેન્ટ આપી રહ્યા છે. તેઓ મેસેજ કરીને કહી રહ્યા છે કે તમે અમારા ધર્મ વિશે બહુ ખોટું બોલ્યા છો. અમે તમારાથી ખૂબ નારાજ છીએ. અનેક લોકો એવા છે જેઓ ફિલ્મના ચાહક છે. તે કહે છે કે તમે કોઈ ધર્મ વિશે ખરાબ બોલ્યા નથી પરંતુ લોકોને સત્યથી વાકેફ કર્યા છે. તેમણે કહ્યું કે, કેવી રીતે ધર્મના નામ પર છોકરીઓને ફસાવામાં આવે છે.

મુસ્લિમ યુવતીઓ પણ કરી રહી છે મેસેજ

ફિલ્મ અભિનેત્રી સોનિયા બલાનીએ કહ્યું કે, ઘણી મુસ્લિમ યુવતીઓ છે જે મેસેજ પણ કરી રહી છે. મને મળીને કહે છે કે તમે જે ફિલ્મ બનાવી છે તે ખૂબ સારી છે. આ ફિલ્મ દ્વારા સમાજમાં સાચી વાત કહેવામાં આવી રહી છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના પ્રશ્ન પર તેણે કહ્યું કે, અમારું કામ ફિલ્મમાં અભિનય કરવાનું હતું. અમે તે કર્યું. મારા સો ટકા આપ્યા. જે કામ આપણા હાથમાં નથી તેના વિશે આપણે વિચારતા નથી. કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી. દરેક વ્યક્તિને બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

આ પણ વાંચો - ‘THE KERALA STORY’ 100 કરોડ ક્લબની નજીક પહોંચી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
actressasifa baBollywoodSonia BalaniThe Kerala StoryThreat
Next Article