નાગપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 6 લોકોના મોત, મૃતકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા...
મહારાષ્ટ્રના નાગપુરમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે વહેલી સવારે નાગપુર શહેરની સીમમાં બની હતી જ્યાં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોલીસે આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના કાટોલ-કલમેશ્વર રોડ પર સોનખંભ ગામ પાસે સવારે 12.15 થી 2 વાગ્યાની વચ્ચે થઈ હતી. તેમણે કહ્યું, 'સાત લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમનું વાહન સોયાબીન લઈ જતી ટ્રક સાથે અથડાયું.'
અધિકારીએ જણાવ્યું કે, 'બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું.' અન્ય ત્રણને સારવાર માટે નાગપુર લાવવામાં આવ્યા હતા અને તેમાંથી બેના ત્યાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 147 લોકોના મોત થયા હતા. નાગપુરમાં ચાલી રહેલા રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં એક લેખિત જવાબમાં સીએમ એકનાથ શિંદેએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધીમાં મહારાષ્ટ્રમાં 132 માર્ગ અકસ્માતો થયા છે.
આ પણ વાંચો : Parliament Security Breach : આરોપીઓ અરાજકતા ફેલાવીને તેમની માંગણીઓ પૂરી કરાવવા માંગતા હતા…