Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada : ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો! જાણો કેમ નારાજ થયા MLA

નર્મદા ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો! MLA ડૉ.દર્શનાબેન દેશમુખે ઠાલવ્યો ઉભરો "પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે" "ભાજપના જ કાર્યકરો મારી ઉડાવે છે હાંસી" "મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું" "આ મારું અપમાન નથી ધારાસભ્ય પદનું અપમાન" સ્નેહમિલન સમારોહમાં...
narmada   ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો  જાણો કેમ નારાજ થયા mla

નર્મદા ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો!
MLA ડૉ.દર્શનાબેન દેશમુખે ઠાલવ્યો ઉભરો
"પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે"
"ભાજપના જ કાર્યકરો મારી ઉડાવે છે હાંસી"
"મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું"
"આ મારું અપમાન નથી ધારાસભ્ય પદનું અપમાન"
સ્નેહમિલન સમારોહમાં દર્શનાબેને ઠાલવી હતી વ્યથા
દર્શનાબેનના નિવેદન પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા
"ધારાસભ્યએ જાહેર મંચ પરથી આવી વાત ન કરાય"
સંગઠનમાં વાત મુકી સમાધાન કરાય: મનસુખ વસાવા

Advertisement

નર્મદા જિલ્લા ભાજપના નેતાઓમાં ચાલતી ખેંચતાણ સપાટી પર આવી ચૂકી છે ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે તેમની જ પાર્ટીના કાર્યકરો તેમની હાંસી ઉડાવતાં હોવાનું નિવેદન આપી સૌને ચોંકાવી દીધાં છે. રાજપીપળા ખાતે યોજાયેલાં સ્નેહ મિલન સમારંભમાં મહિલા ધારાસભ્યએ ઉભરો ઠાલવતાં રાજકીય ચહલપહલ વધી છે. રાજપીપળામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી ભારત સંચાર વિભાગ દેવુંસિંહ ચૌહાણ ખાસ હાજર રહયાં હતાં

મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે

Advertisement

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતા આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી માટે ભોગ આપવા વાળા બહુ નેતા છે અને પાર્ટી તેમના થકી ચાલે છે.બધાએ સમય અને ભોગ આપ્યો છે...જે બધાને પૂછું કે અત્યાર સુધી કોઈ બે તુકારીને વાત કરી છે અપમાન કર્યું છે..પણ ભગવાન સાક્ષી છે કે કોઈનું અપમાન કર્યું નથી .પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે એટલે તમે શું સમજો છો. આ મારું અપમાન નથી, ભાજપનાં ધારાસભ્ય નું અપમાન છે. તેમણે ભાજપના કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.જેમાં લોકોમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે વિવાદ ચાલી રહયો છે અને મનસુખ વસાવાએ બંને નેતાઓની ફરિયાદ પ્રદેશ અધ્યક્ષને પણ કરી છે.

Advertisement

સાંસદ મનસુખ વસાવા એ શું કહ્યું

સાંસદ મનસુખ વસાવા એ આ મામલે કહ્યું કે ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી ના કરવી જોઈએ, સંગઠનમાં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ. આજે કોઈ પણ વ્યક્તિ જે પણ હોદ્દો મેળવે છે તે સંગઠન ને આભારી છે.. આ મુદ્દે મને કેટલાંક કાર્યકરો એ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો---ધોળકા તાલુકાના બદરખા ગામના ભક્તો સંઘ લઈને અંબાજી આવ્યા, એક ભક્તે 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે ભેટ આપ્યું

Tags :
Advertisement

.