Telangana : સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ, 6 માઓવાદી ઠાર, 2 જવાન ઘાયલ
- નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- અથડામણમાં 6 નક્સલીઓ ઠાર, 2 જવાન ઘાયલ
- Telangana ના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં થયું અથડામણ
ગુરુવારે દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓ અથવા માઓવાદીઓને ખતમ કરવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. માહિતી અનુસાર, તેલંગાણા (Telangana)ના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ માર્યા ગયા અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ જવાનમાંથી એકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.
ગુરુવારે સવારે એન્કાઉન્ટર...
તેલંગાણા (Telangana) રાજ્યના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અધિક્ષક રોહિત રાજે માહિતી આપી હતી કે ગુરુવાર 5 સપ્ટેમ્બરના રોજ સવારે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. થોડા સમય પછી માહિતી સામે આવી કે આ એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, બે જવાનો પણ ઘાયલ થયા છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
6 Maoists were killed and two security personnel were injured in an encounter with police in Telangana's Bhadradri Kothagudem district, one of whom is critical and undergoing treatment: Police sources https://t.co/MQln5JEx2E
— ANI (@ANI) September 5, 2024
આ પણ વાંચો : Kolkata Case માં પીડિતાના પરિવારનો મોટો દાવો, કહ્યું- ‘પોલીસે કેસ દબાવવાનો કર્યો પ્રયાસ’
આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી...
પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે કે ગોળીબારમાં માઓવાદી સંગઠનના છ કેડર માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો : Uttarakhand સરકારનો મોટો નિર્ણય, 39 IAS સહિત 45 અધિકારીઓની બદલી...
છત્તીસગઢમાં પણ 9 નક્સલવાદીઓ માર્યા ગયા...
મંગળવારે છત્તીસગઢના દંતેવાડામાં પણ સુરક્ષાદળોને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ, અહીં એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું હતું કે CRPF અને છત્તીસગઢ પોલીસ અને ડીઆરજીએ દંતેવાડા વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. આ પહેલા ગયા અઠવાડિયે પણ નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ મહિલા નક્સલવાદીઓને માર્યા હતા.
આ પણ વાંચો : BJP ની પહેલી યાદી આવતા જ હરિયાણામાં બળવો, આ MLA એ છોડી પાર્ટી...