Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WTC ફાઈનલ પહેલા લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી

એડિડાસ દ્વારા આજે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટ (ODI, T20 અને ટેસ્ટ)માં લોન્ચ કરવામાં આવી છે. એડિડાસ કંપનીએ ન્યૂ જર્સીનો વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શેર...
wtc ફાઈનલ પહેલા લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી

એડિડાસ દ્વારા આજે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટ (ODI, T20 અને ટેસ્ટ)માં લોન્ચ કરવામાં આવી છે. એડિડાસ કંપનીએ ન્યૂ જર્સીનો વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. એડિડાસની પ્રથમ જર્સી ભારતીય ક્રિકેટ ટીમ WTC ફાઇનલમાં પહેરશે.

Advertisement

જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ દુનિયાની સૌથી મોટી સ્પોર્ટસ બ્રાન્ડ એડિડાસ સાથે વર્ષ 2028 સુધીનો કરાર કર્યો છે. એડિડાસ ઈન્ડિયા ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ડિઝાઈન કરશે અને બનાવશે. બીસીસીઆઈ એ આધિકારિક રીતે આ જાણકારી આપી હતી કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતીય ટીમ એડિડાસની નવી ડિઝાઈન વાળી જર્સીમાં જોવા મળશે.

નવા અંદાજમાં લોન્ચ થઈ ભારતીય ટીમની જર્સી

Advertisement

Advertisement

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમની જર્સી પર 3 લાઈન જોવા મળશે જે એડિડાસ કંપનીની ઓળખ છે.2021-2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 થી 11 જૂન 2023 દરમિયાન ધ ઓવલ, લંડન ખાતે રમાશે.

નવી ટ્રેનિંગ કીટમાં પ્રેક્ટિસ કરી રહી છે ભારતીય ટીમ

આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક મોટી જાહેરાત કરી હતી. બીસીસીઆઈ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કીટ સ્પોન્સર માટે એડિડાસ સાથે કરાર કરવાની જાહેરાત થઈ હતી. આઈપીએલ 2023 બાદ લંડન પહોંચેલી ભારતીય ટીમ હાલમાં હાલમાં નવી ટ્રેનિંગ કિટમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.
Tags :
Advertisement

.