ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Team India: બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી!

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વનડે મેચોની સિરીઝ રમી હતી ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ધાકડ ખેલાડીની વાપસી થશે Team India:તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા(Team India)એ શ્રીલંકા સામે વનડે મેચોની સિરીઝ રમી હતી. જે...
01:28 PM Aug 14, 2024 IST | Hiren Dave
India vs Bangladesh Test Series
  1. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વનડે મેચોની સિરીઝ રમી હતી
  2. ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે
  3. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ધાકડ ખેલાડીની વાપસી થશે

Team India:તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા(Team India)એ શ્રીલંકા સામે વનડે મેચોની સિરીઝ રમી હતી. જે બાદ હવે ટીમ ઈન્ડિયા લાંબા બ્રેક પર છે. જોકે, આવતા મહિને ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી મહત્વની બની રહી છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના મજબૂત ખેલાડી દોઢ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે. જેના કારણે હવે આ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં રમતા જોવા મળશે.

પંત ટેસ્ટ ટીમમાં કરશે વાપસી

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માત બાદ લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. જે બાદ તે IPL 2024માં પરત ફર્યો હતો. પંત માટે આ સિઝન ઘણી સારી રહી. જે બાદ પંતની ટી20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી કરવામાં આવી હતી. પંત હવે ODI અને T20 ટીમમાં પરત ફર્યો છે. જ્યારે પંતે હજુ ટેસ્ટમાં પુનરાગમન કર્યું નથી. જે બાદ એવી આશા છે કે રિષભ પંત બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે.

આ પણ  વાંચો -Paris Olympic 2024 : વિનેશ ફોગાટ મામલે ફરી નિરાશા! જાણો ક્યારે આવશે CASનો નિર્ણય

ડોમેસ્ટિક ક્રિકેટ રમશે પંત

બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં હવે પંત પણ લાલ બોલની ક્રિકેટ રમતા જોવા મળશે. દુલીપ ટ્રોફીમાં પંતની વાપસીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2022 પછી પંત આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ લાલ બોલ મેચ રમી શકે છે. પંતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 36 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના નામે 2271 રન છે. આ દરમિયાન પંતે 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે.

Tags :
India vs BangladeshIndia vs Bangladesh Test Seriesreturn team indiarishabh pantTeam India
Next Article