Himmatnagar : બર્થડેનું કહી લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પીંખી નાખી
- Himmatnagar નાં સાંચોદર હાઈસ્કૂલનાં લંપટ શિક્ષકની ધરપકડ
- ધો. 10 ની વિદ્યાર્થિનીને હોટેલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું
- પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરી હતી
- ઘટનામાં મદદ કરનાર આરોપીની પણ ધરપકડ કરવાની તજવીજ
સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરનાં (Himmatnagar) સાંચોદર હાઇસ્કૂલનાં લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષક ધો. 10 ની વિદ્યાર્થિનીને બર્થડે પાર્ટીનું કહી ફોસલાવી હોટેલમાં લઇ ગયો હતો અને માસૂમ સગીર વિદ્યાર્થઇની પર દુષ્કર્મ આચર્યું હતું. પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી લંપટ શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી શિક્ષકને મદદ કરનારા શખ્સની પણ શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Panchmahal : છબનપુર પાસે ગોઝારો અકસ્માત, ST બસની અડફેટે આવતા શ્રમિક મહિલાનું મોત
બર્થ ડે પાર્ટીનું કહી વિદ્યાર્થિનીને ફોસલાવી ગેસ્ટ હાઉસમાં લઈ ગયો
સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) હિંમતનગર તાલુકાનાં ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા ગામમાં આવેલી હાઇસ્કૂલમાં નરાધમ શિક્ષક રાહુલ પરમાર વિદ્યાર્થીઓને અંગ્રેજી તેમ જ સંસ્કૃત વિષયનો અભ્યાસ કરાવતો હતો. ત્રણ દિવસ પહેલા આરોપી શિક્ષક રાહુલ પરમાર ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફોસલાવી હિંમતનગર-ઇડર હાઇવે પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. શિક્ષક દ્વારા જન્મદિવસની પાર્ટી હોવાનું કહી ખોટું આઈકાર્ડ બતાવી વિદ્યાર્થીનીને ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવી હતી.
હિંમતનગરના સાંચોદર હાઈસ્કૂલના લંપટ શિક્ષકની ધરપકડ
ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી
આરોપી શિક્ષક રાહુલ પરમારની પોલીસે કરી ધરપકડ
મદદગારી કરનાર આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ… pic.twitter.com/kyrZA3pzkS— Gujarat First (@GujaratFirst) February 14, 2025
આ પણ વાંચો - Anand : બોરસદમાં શાળાની ખુલ્લેઆમ દાદાગીરી! બાકી ફી માટે વિદ્યાર્થિનીને આપી સજા!
દુષ્કર્મ બાદ વિદ્યાર્થિની તબિયત લથડી, સિવિલ હોસ્પિ.માં મૂકી ફરાર થયો
ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિની સાથે હેવાન શિક્ષક રાહુલ પરમારે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, વિદ્યાર્થિનીની શારીરિક સ્થિતિ નાજુક થતાં તેણીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં (Himmatnagar Civil Hospital) મૂકીને રાહુલ પરમાર ફરાર થયો હતો. આ સમગ્ર બાબતેની જાણ થતાં વિદ્યાર્થિનીનાં પરિવારજનોએ નરાધમ શિક્ષક વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં (Himmatnagar Rural Police Station) ફરિયાદ નોંધાવી હતી. પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, શિક્ષકના આ કુકર્મમાં સાથ આપનાર શખ્સની પણ પોલીસે શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો