Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાવાઝોડાના કારણે મોકૂફ રહેલી TAT Mains Exam આજે લેવાશે, આટલા ઉમેદવારો આપશે પરીક્ષા

બિપરજોય વાવાઝોડાની સ્થિતિના કારણે મોકૂફ રાખવામાં આવેલી TAT (Teachers Apptitude Test) મેઈન્સની પરીક્ષા આજે રવિવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સેન્ટરમાં લેવાશે. પરીક્ષા મોકૂફ રખાયા બાદ TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે...
વાવાઝોડાના કારણે મોકૂફ રહેલી tat mains exam આજે લેવાશે  આટલા ઉમેદવારો આપશે પરીક્ષા
Advertisement

બિપરજોય વાવાઝોડાની સ્થિતિના કારણે મોકૂફ રાખવામાં આવેલી TAT (Teachers Apptitude Test) મેઈન્સની પરીક્ષા આજે રવિવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સેન્ટરમાં લેવાશે. પરીક્ષા મોકૂફ રખાયા બાદ TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે રાજ્યના 225 કેન્દ્રો પર 60 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવાઈ

Advertisement

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણુક મેળવવા જરૂરી TET 2 ની પરીક્ષા 23 એપ્રીલે લેવાઈ હતી. જેનુ 15 જૂનના રોજ પરિણામ આવ્યું હતુ. માધ્યમિક શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટાટની પરીક્ષા અત્યાર સુધી માત્ર એક પેપર આધારિત હતી. જોકે જાહેરાત બહાર પાડ્યાના થોડા સમયગાળા બાદ શિક્ષણ વિભાગે ટાટની પરીક્ષા દ્વિસ્તરીય પદ્ધતિથી લેવાનું નક્કી કર્યું હતું.

Advertisement

4 જુને પ્રીલીમ પરીક્ષા હતી

અગાઉ 4 જૂને ટાટની પ્રીલીમ પરીક્ષા યોજાઈ હતી જેમા 1.65 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટના 602 સેન્ટરો પર લેવાઇ હતી. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાયેલ પરીક્ષા લેવાઈ હતી.

TET-2ની પરીક્ષામાં 15.76 % ઉમેદવારો પાસ

જણાવી દઈએ કે, TET-2ની પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી. જેમાથી 15.76 % એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 2,65,791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના હતા. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો : વધુ એક ઠગ PMO ઓફિસર બન્યો, ખ્યાતનામ સ્કૂલ સાથે કરી છેતરપિંડી…!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

.

×