Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tarabh: PM Modi નું જનસભાને સંબોધન, કહ્યું કે, ‘મોસાળમાં આવીએ એટલે આનંદ જ હોય...’

PM Modi in Tarabh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. મહેસાણા ખાતે આવેલા Tarabh માં ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવાની પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ આવ્યા છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 42 કિલો વજનવાળું રામાયણનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું...
tarabh  pm modi નું જનસભાને સંબોધન  કહ્યું કે  ‘મોસાળમાં આવીએ એટલે આનંદ જ હોય   ’

PM Modi in Tarabh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. મહેસાણા ખાતે આવેલા Tarabh માં ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવાની પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ આવ્યા છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 42 કિલો વજનવાળું રામાયણનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે પણ તેઓ એક કાર્યક્રમમાાં હાજર રહ્યા હતા. અમદાવાદ મોટેરાનો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ મહેસાણા ખાતે વાળીનાથની શરણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા અને જનમેદનિને સંબોધિત કરી હતી.

Advertisement

જનસભાને સંબોધન કરતા તેમણે પોતાના મોસાળને યાદ કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આજે વાળીનાથે વટ પાડી દીધો છે. આજે અહીંયા આવ્યો ત્યારે જૂના જોગીઓ મળ્યા જેથી ખુબ જ આનંદ થયો છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘દુનિયાના સ્વાગત કરતા ઘરે સ્વાગત કરે એ ખૂબ ગમે હોય છે. જનસભાને સંબોધન કરતા તેમણે પોતાના મોસાળને યાદ કર્યું હતું. આ સાથે અહીં વાળીનાથ ધામમાં તેમનું જે સન્માન થયું તે અંગે પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતીં.

Advertisement

પીએમ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી

આ સાથે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘આજથી એક મહિના પહેલા હું 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. અહીં મને પ્રભુ શ્રીરામ લલ્લાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે પછી, 14 ફેબ્રુઆરી (વસંત પંચમી) ના રોજ, મને અબુધાબીમાં ખાદી દેશોના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની તક મળી. માત્ર 2-3 દિવસ પહેલા જ મને ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો મોકો પણ મળ્યો. હવે આજે મને અહીં તરભના આ ભવ્ય, દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા કરવાનો લહાવો મળ્યો છે.’

ભગવાનનું કામ અને દેવનું કામ બન્ને થઈ રહ્યા છેઃ વડાપ્રધાન

પોતાના સંભોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતની વિકાસ યાત્રા અત્યારે એક અદભૂત સમયગાળા દરમિયાન થઈ રહી છે. આ એક એવો સમયગાળો છે જેમાં ભગવાનનું કામ અને દેવનું કામ બન્ને વીજળી વેગે થઈ રહ્યા છે. અત્યારે ભારતમાં ભગવાનની સેવા પણ થઈ રહીં છે અને દેશના લોકોની પણ એટલી જ સેવા થઈ રહીં છે.

Advertisement

અહીં દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છુંઃ વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે, ‘આજે હું આ પવિત્ર ધરતી પર એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે. જેનો સંબંધ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ છે અને મહાદેવ સાથે પણ છે. સેંકડો વર્ષ જૂનું મંદિર આજે 21મીં સદીની ભવ્યતા અને પુરાતન દિવ્યતા સાથે તૈયાર થયા છે. આ મંદિર સેંકડો શિલ્પકારો અને મજૂરોએ કરેલ વર્ષો સુધીના અથાક પરિશ્રમનું પરિણામ છે.’

મંદિર લોકોને અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ જાય છેઃ પીએમ મોદી

Tarabh ખાતે સંબોધન કરતા વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા મંદિરો માત્ર મંદિરો કે પૂજા સ્થાનો નથી, બલ્કે તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક છે. આપણે ત્યાં મંદિર દેશ અને સમાજને અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જવાનું એક માધ્યમ છે. આજ ભારત ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ના મંત્ર સાથે ચાલી રહ્યો છે. આ ભાવના દેશમાં ક્યાથી આવી છે,
આપણે તેના વાળીનાથ ધામમાં જોઈ શકીએ છીએ. મોદીની ગેરંટીનું લક્ષ્ય, સમાજના છેલ્લામાં છેલ્લા દેશવાસીના જીવને સુધારવાનું છે. માટે દેશમાં એક બાજૂ મંદિરો બની રહ્યા છે અને કરોડો લોકોના પાકા મકાનો પણ બની રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi એ ગુજરાતીઓને કર્યું સંબોધન, કહ્યું, ‘ગુજરાત આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું…’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.