World Cup : ચિંતા ના કરો....મંત્રીઓને પણ ફાઇનલ મેચની ટિકીટ ના મળી..!
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચને લઈને દેશભરમાં ઉત્તેજના છે. આ મેચ રવિવાર 19 નવેમ્બરના રોજ અમદાવાદના 130,000 સીટોવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મોટા ગણાતા નામોને પણ આ મેચની ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુના ખેલ મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને પણ મેચની ટિકિટ મળી નથી.
સ્ટાલિને શું કહ્યું?
તમિલનાડુના રમતગમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું, 'મેચની ટિકિટો સંપૂર્ણ રીતે વેચાઈ ગઈ છે. મને પણ ટિકિટ ન મળી. જો મને ટિકિટ મળશે તો હું ચોક્કસ જઈને મેચ જોઈશ. બીજા બધાની જેમ હું પણ મેચને લઈને ઉત્સાહિત છું.
ICC World Cup | Tamil Nadu Sports Minister Udhayanidhi Stalin says, "Match tickets are fully sold. Even I didn't get the ticket. If I get it, I will surely go and watch the match. Like everyone, even I am excited about the match."#INDvsAUSfinal pic.twitter.com/NPAbAgAZcO
— ANI (@ANI) November 18, 2023
સ્પર્ધા રોમાંચક રહેશે
આ વર્લ્ડ કપ મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો મજબૂત સ્થિતિમાં છે. રવિવારે રમાનારી આ મેચ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ ઈતિહાસમાં ચોથી ફાઈનલ મેચ હશે. ભારતે અગાઉ રમાયેલી ત્રણમાંથી બે ફાઈનલ મેચ જીતી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 1983માં વેસ્ટ ઈન્ડિઝને અને 2011માં શ્રીલંકાને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા આ પહેલા પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે
ઓસ્ટ્રેલિયા આ પહેલા પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે અને રેકોર્ડ આઠમી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં રમવા માટે તૈયાર છે. ચાહકોને આ મેચમાં રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.
આ પણ વાંચો---ICC WORLD CUP : ક્રિકેટ વર્લ્ડ કપના આયોજનથી ભારતીય બજારને બલ્લે..બલ્લે..!