Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tamil Nadu : PM Modi એ DMK સરકારને લીધી આડેહાથ, કહ્યું- હવે તો હદ વટાવી દીધી...

આ દિવસોમાં તમિલનાડુ (Tamil Nadu)માં બનેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નવા સ્પેસ પોર્ટને લઈને આપવામાં આવેલી જાહેરાતને લઈને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. PM નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ આ જાહેરાતમાં ચીનના ધ્વજના સ્ટીકર સામે સખત વાંધો ઉઠાવ્યો...
tamil nadu   pm modi એ dmk સરકારને લીધી આડેહાથ  કહ્યું  હવે તો હદ વટાવી દીધી

આ દિવસોમાં તમિલનાડુ (Tamil Nadu)માં બનેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના નવા સ્પેસ પોર્ટને લઈને આપવામાં આવેલી જાહેરાતને લઈને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. PM નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ આ જાહેરાતમાં ચીનના ધ્વજના સ્ટીકર સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ સ્ટીકર રોકેટની તસવીરના છેલ્લા સ્ટેજ પર લગાવવામાં આવ્યું હતું.

Advertisement

તમને જણાવી દઈએ કે બુધવારે PM નરેન્દ્ર મોદીએ તમિલનાડુ (Tamil Nadu)ના કુલસેકરનાપટ્ટિનમમાં ઈસરોના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીંથી નાના સેટેલાઇટ પ્રક્ષેપણ વાહનોને લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને તમિલનાડુ (Tamil Nadu) સરકારે સ્થાનિક અખબારોમાં જાહેરાત આપી હતી. આ જાહેરાતમાં રોકેટની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના છેલ્લા સ્ટેજ પર ચીનના ધ્વજ જેવું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.

Advertisement

'DMK ખોટી ક્રેડિટ લે છે'

તમિલનાડુ (Tamil Nadu) સરકારની આ જાહેરાત પર PM નરેન્દ્ર મોદીએ DMK સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે તેને તમિલનાડુ (Tamil Nadu)ના કરદાતાઓ અને વૈજ્ઞાનિકોનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું, 'DMK એક એવી પાર્ટી છે જે કામ કરતી નથી પરંતુ ખોટી ક્રેડિટ લેવા માટે આગળ રહે છે.'

અમારી સ્કીમ, તેમનું સ્ટીકર

PM મોદીએ વધુમાં કહ્યું, 'કોણ નથી જાણતું કે આ લોકો (DMK નેતાઓ) અમારી સ્કીમ પર તેમના સ્ટીકર ચોંટાડી દે છે. હવે તેઓએ હદ વટાવી દીધી છે. તેઓએ તમિલનાડુ (Tamil Nadu)માં ISRO લોન્ચ પેડનો શ્રેય લેવા માટે ચીનનું સ્ટીકર ચોંટાડ્યું.

Advertisement

પ્રગતિ જોવા તૈયાર નથી

આ મુદ્દાને વૈજ્ઞાનિકો સાથે જોડીને PM મોદીએ કહ્યું, 'તમિલનાડુ DMK ના આ નેતાઓ ભારતની પ્રગતિ જોવા તૈયાર નથી. અવકાશમાં ભારતની પ્રગતિ જોવા તૈયાર નથી. તમે (જાહેર) જે ટેક્સ ભરો છો તેનાથી તેઓએ જાહેરાતો આપી અને તેમાં ભારતનું ચિત્ર લગાવ્યું નથી. ભારતની અવકાશની તસવીર રાખવામાં આવી ન હતી. તેણે આપણા વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું. કરદાતાઓના પૈસાનું અપમાન કર્યું. તેમણે સજા જરૂરથી મળશે.

તમિલનાડુ બીજેપી અધ્યક્ષે કહ્યું- ડીએમકેનો ચીન પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે

તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ ડીએમકેના અખબારમાં છપાયેલી જાહેરાતની કટિંગ શેર કરી છે. તેમણે લખ્યું- DMK સરકારનો ચીન પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. આ લોકોએ આપણા દેશની સાર્વભૌમત્વની અવહેલના કરી છે. આજની જાહેરાત તેનું ઉદાહરણ છે. કુલશેખરાપટિનમ ખાતે ISROના બીજા લોન્ચ પેડની જાહેરાત બાદ DMK સ્ટીકરો ચોંટાડવા માટે આતુર છે. ડીએમકે એ પાર્ટી છે જેના કારણે સતીશ ધવન સ્પેસ સેન્ટર આજે આંધ્રપ્રદેશમાં છે તમિલનાડુમાં નહીં.

આ પણ વાંચો : CBI On Akhilesh Yadav: ફરી એકવાર UP માં ખનન મામલે CBI એ અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ

Tags :
Advertisement

.